મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના હસ્તે ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-01-2022

મોરબી જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપે જિલ્લા પંચાયતના પટાંગણમાં કારોબારી ચેરમેન, નિયામક,ડી.આર.ડી.એ, ભાજપના યુવા અગ્રણી જીજ્ઞેશભાઇ કૈલા તથા જિલ્લા પંચાયતના શાખા અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતીમાં મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જેમાં જાનકીબેન દ્વારા આપણો દેશ તમામ નવી સિદ્ધિઓના શિખરો સર કરે અને સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાંથી વહેલી તકે મુક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી અને સમગ્ર દેશવાસીઓને ૭૩ માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.