સૌરાષ્ટ્ર – કચ્છના 12 સહિત 58 DySPની બદલી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-01-2022

મોરબીના હર્ષ ઉપાધ્યાયને અમદાવાદ એટીએસમાં જવાબદારી મળી, પીઆઇ જે.જી. શેખને બઢતી આપી મહેસાણા ખાતે મુકાયા : રાજકોટ શહેરના એસ.સી. એસ.ટી. સેલના એસીપી એસ.ડી. પટેલને અમદાવાદ

સૌરાષ્ટ્ર – કચ્છના 12 સહિત 58 ડીવાયએસપીની બદલી કરાઈ છે જ્યારે એક પીએઆઈને બઢતી અપાઈ છે. રાજકોટ શહેરના એસ.સી. એસ.ટી. સેલના એસીપી એસ.ડી. પટેલને અમદાવાદ એમ. ડિવિઝન, સાયબર ક્રાઈમના જી.ડી. પલસાણાને વડોદરા શહેર ઈ ડિવિઝન, તેમના સ્થાને એસ.સી. એસ.ટી. સેલના અરવલ્લીના વિશાલ રબારીને જવાબદારી મળી છે. વડોદરાના પી.આર. રાઠોડને ભાવનગર રેન્જ એસીબી, રાજકોટ રેલવેના પી.પી. પીરોજીયા અને અમદાવાદ એફ. ડિવિઝનના જે.કે. ઝાલાની અરસ પરસ બદલી થઈ છે. મોરબીના હર્ષ ઉપાધ્યાયને અમદાવાદ એટીએસમાં જવાબદારી મળી છે.

અંજાર (કચ્છ પૂર્વ)ના ડી.એસ. વાઘેલાને સીઆઇડી ક્રાઇમ, મહિલા સેલ ગાંધીનગર અને તેમના સ્થાને સુરત શહેર હેડ ક્વાર્ટરના મુકેશ ચૌધરીને મુકાયા છે. બોટાદ એસ.સી. એસ.ટી. સેલના ઝેડ. આર. દેસાઈને સુરત એસીપી જી. ડિવિઝન, અને તેમના સ્થાને સોમનાથ મંદિર સુરક્ષાના એમ.ડી. ઉપાધ્યાયને મુકાયા છે. નખત્રાણા, કચ્છ પશ્ચિમના વી.એન. યાદવને એસીપી એચ.ડિવિઝન અમદાવાદ અને તેમના સ્થાને અમદાવાદ ટ્રાફિક એસીપી બી.બી. ભગોરાને મુકાયા છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના આર.બી. દેવધાને લીમખેડા દાહોદ, તેમના સ્થાને જૂનાગઢના જે.ડી. પુરોહિત, અને જૂનાગઢ ખાતે ભાવનગર એસ.સી. એસ.ટી. સેલના દિનેશ કોડિયાતરને મુકાયા છે.

અમદાવાદ ધોળકાના રીના રાઠવાને પોરબંદર, સસ્પેન્ડ થયેલા વિરમગામના વી.કે. નાયીને ફરજ પર પરત લઈ તેમને ભુજ આઈબીમાં મુકાયા છે. જ્યારે ભુજ આઈબીના એમ.એસ. વારોતરિયાને વડોદરા શહેર બી.ડિવિઝનમાં મુકાયા છે. પોરબંદરના સ્મિત ગોહિલને અમદાવાદ સી. ડિવિઝન એસીપી તેની જગ્યાએ અમદાવાદ એચ.ડિવિઝન એસીપી પ્રકાશ પ્રજાપતિ, અમદાવાદના એસ.કે. ત્રિવેદીને બોટાદ ખાતે જવાબદારી મળી છે. આ સાથે 9 ડીવાયએસપીની બદલીના સ્થળ માટે હજુ રાહ જોવાય રહી છે.