મોરબી વોર્ડ નં.12માં ભૂગર્ભ ગટરના ત્રાસથી પ્રજા ત્રાહિમામ, તાત્કાલિક સાફ-સફાઈ કરાવવા લોકમાંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-01-2022

મોરબી શહેરની એ ગ્રેડની કહેવાથી નગરપાલિકા એ મોરબી શહેરને ગુજરાતી નર્કાગાર જેવી પરિસ્થિતિમાં મોકલી દીધેલ છે આજે જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરના ગંદા પાણી શેરી ગલીઓમાં ચોમાસાના વરસાદ ની જેમ વહેતા થયા છે એવામાં મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 12 મા આવેલા હિન્દુ ધર્મનું રામદેવપીરનું મંદિર છે ત્યાં ભાજપના એક ચૂંટાયેલા સદસ્યો ના ઘર પાસે જ ભૂગર્ભ ગટર છેલ્લા ચારથી પાંચ દિવસથી ઉભરાઈ છે જેના ગંદા પાણી મંદિરની આસપાસ ભરાઇ ગયેલ છે જેના કારણે હિન્દુ સમાજના ભક્તજનો મંદિરમાં પૂજા પાઠ કરવા પણ જઇ શકતા નથી અવારનવાર મોરબી નગરપાલિકા ને ભૂગર્ભ ગટર સાફ કરવા લોકોએ રજૂઆત કરેલ પરંતુ વોર્ડ નંબર 12 જેમાં ભાજપના ચૂંટાયેલા સદસ્યો ચેરમેન છે છતાં આ વોર્ડની અંદર કોઈ કામ થતાં નથી આ ઉભરાતી ગટરના પાણીના કારણે રવાપર

રોડ પર ચોમાસાના વરસાદના પાણીની જેમ આ ગટરના પાણી ઓ વહેવા લાગ્યા છે જેના કારણે વેપાર ધંધો કરતા દુકાનદારોને પણ વેપાર કરવામાં મુશ્કેલી રહે છે જો એક ચૂંટાયેલા ભાજપનાં સદસ્ય ના ઘર પાસે ઉભરાતી ગટરના પાણીનો આખા વિસ્તારમાં ફરી વળતા હોય અને આ સદસ્ય પણ કામ ન કરી શકતા હોય આમ પ્રજાની શું પરિસ્થિતિ થતી હશે મોરબી નગરપાલિકાના ભૂગર્ભ કામનો કોન્ટ્રાકટર રાખનાર કોન્ટ્રાકટરને જો પેસા આપવવ માં આવેલ હોત તો આં ગટર વહેલી સાફ થય ગય હોય આમ પાલિકા માં પેસાનો વહીવટ કરો જ કામ થાય છે. વોર્ડ નંબર 12ની રામદેવપીરના મંદિર પાસે આવેલી ભૂગર્ભ ગટર તાત્કાલિક સાફ સફાઈ કરાવી લોકોને પડતી મુશ્કેલી માંથી ઉગારવા માટે અમારી લાગણી અને માગણી છે તો ગટરની સફાઈ કરાવી ઉભરાતા પાણીને રોકવામાં આવે તેમ કરવા આપને જણાવ્યું છે.