આવતી કાલે મુખ્યમંત્રીનું રાજકોટમાં આગમન, અનેકવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-12-2021

(હિતેન સોની દ્વારા) મુખ્યમંત્રીને ફુલડે વધાવવા રાજકોટવાસીઓમાં રજવાડી શાહી સ્વાગત તૈયારીઓ આવતીકાલ તા. 31ના રોજ રાજકોટ આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રાજકોટ મનપાના પદાધિકારીઓએ આવકારવા તૈયારીઓ કરી છે. મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ધવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું છે કે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે તા. 31ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેરના જુદાજુદા વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. શહેરના વિકાસના કામોને વેગ આપવા પ્રથમ વખત મુખ્યમંત્રી રાજકોટ આવી રહ્યા છે. શહેરના લોકો પણ મુખ્યમંત્રીના સ્વાગત માટે ઉત્સાહિત અને આવકાર્ય છે વિવિધ સમાજ – સંસ્થાઓ અને ભાજપના મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે : જુદા જુદા સમાજ-જ્ઞાતિઓના લોકો તેમના પરંપરાગત વેશભુષા પહેરીને સ્વાગતમાં જોડાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો તા.૩૧નો રાજકોટ શહેરનો પ્રવાસ કાર્યક્રમ

સવારે ૧૦.૨૫ ના એરપોર્ટ ખાતે પધારશે. ત્યારબાદ બાય રોડ ૧૦.૩૦ વાગ્યે રેસકોર્ષ રોડ, મેયર બંગલો, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત અને યાજ્ઞિક રોડ થઇને ૧૧.૩૦ વાગ્યે ધર્મેન્દ્ર કોલેજ ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત યોજાયેલ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂર્હુતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ ૧.૧૦ કલાકે ચૌધરી હાઇસ્કુલના મેદાન ખાતે ઇન્ડો અમેરિકન હોસ્પિટલની મુલાકાત ૧.૫૦ વાગ્યે રૈયા ખાતેના લાઇટ હાઉસ પ્રોજેકટની મુલાકાત લેશે. ત્યારબાદ ૩.૧૫ કલાકે મેયર બંગલા ખાતે મુલાકાતે જશે.