હવે વોટ્સએપથી કરી શકશો Jio પ્રીપેડ રિચાર્જ, ઝડપથી શરૂ થશે સુવિધા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-12-2021

io prepaid: Reliance Jio પોતાના ગ્રાહકો માટે રિચાર્જ કરવાની વધુ એક સુવિધા લાવી રહી છે. હવે જિયોના પ્રીપેડ ગ્રાહકો WhatsApp અને મેટા (ફેસબુકનું નવું નામ)ના માધ્યમથી રિચાર્જ કરી શકશે. Jio Platforms Ltdના ડિરેક્ટર આકાશ અંબાણી (Akash Ambani)એ કહ્યુ કે, Jio અને Meta ગ્રાહકોને વધુમાં વધુ સારી સુવિધા આપવાની દિશામાં કામ રહી કરી છે. આકાશ અંબાણીએ મેટાના ફ્યૂલ ફૉર ઇન્ડિયા 2021 (Fuel for india 2021) ઇવેન્ટમાં કહ્યુ કે, “બહુ ઝડપથી WhatsAppથી Jio પ્રિપેડ કાર્ડને રિચાર્જ કરવાની સુવિધા શરૂ કરવામાં આવશે. આ એવી સુવિધા છે જે પહેલા ઉપલબ્ધ ન હતી.”

આવતા વર્ષે થશે લૉંચ

વૉટ્સએપ પર રિચાર્જની સુવિધા આગામી વર્ષ એટલે કે 2022માં લૉંચ કરવામાં આવશે. આ મામલે જિયો પ્લેટફોર્મના ઈશા અંબાણી (Isha Ambani)એ જણાવ્યું હતું કે આ ફીચર ખાસ કરીને ઉંમરલાયક નાગરિકો માટે રિચાર્જની પ્રક્રિયા સરળ બનાવી દેશે. કારણ કે તેઓ ક્યારેક બહાર જઈ શકતા સમર્થ નથી હોતા. ઈશા અંબાણીએ કહ્યું કે, “આ ખરેખર રોમાંચક છે કે કેવી રીતે WhatsAppના માધ્યમથી રિચાર્જ માટે એન્ડ ટૂ એન્ડ એક્સપિરિયન્સની સાથે સાથે પેમેન્ટની ક્ષમતા લાખો જિયો ગ્રાહકોના જીવનને વધુ સુવિધાજનક બનાવી દેશે.”

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર અંત સુધીમાં રિલાયન્સ જિયોના 429.5 મિલિયન યૂઝર્સ હતા. એપ્રિલ 2020માં મેટાએ (ફેસબુકે) Jio પ્લેટફોર્સમાં આશરે 43,574 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.

1 રૂપિયાના રિચાર્જમાં મળશે 30 દિવસની વેલિડિટી અને ડેટા

રિલાયન્સ જિયો (Reliance Jio) તરફથી સૌથી રસ્તો પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid recharge plan) રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન ફક્ત 1 રૂપિયામાં મળી રહ્યો છે. આ પ્લાન માય જિયો (My Jio) એપ પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. જિયોએ આ પ્લાન ડેટાનો ઓછો ઉપયોગ કરતા લોકો માટે લૉંચ કર્યો છે. જિયોના 1 રૂપિયાના પ્લાનમાં 30 દિવસની વેલિડિટી (Validity) મળે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ જિયોએ 119 રૂપિયાનો એક રિચાર્જ પ્લાન (Jio 119 rupees recharge plan) રજૂ કર્યો હતો. આ પ્લાનમાં યૂઝરને દરરોજ 1.5 GB ડેટા મળે છે.

આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી ઉપરાંત 100 MB હાઈ સ્પીડ ડેટા મળે છે. એક વખત 100 MB ડેટા ખતમ થયા બાદ સ્પીડ લિમિટ ઘટીને 60 kbps થઈ જશે. આ પ્લાનમાં કૉલિંગ અને મેસેજિંગની સુવિધા નહીં મળે. એટલે કે આ પ્લાન મારફતે તમે તમારા સિમકાર્ડને એક્ટિવેટ રાખી શકો છો. જે લોકોએ પોતાનું સિમકાર્ડ સક્રિય રાખવું હોય તેમના માટે આ ઉત્તમ પ્લાન છે. આ રિચાર્જ પ્લાન જિયોનો સૌથી સસ્તો પ્લાન છે. હાલ એરટેલ, વોડાફોન-આઇડિયા, BSNL કે MTNL, કોઈ પણ ટેલિકોમ કંપની આટલો સસ્તો પ્લાન ઑફર નથી કરી રહી.