મોરબીની જેતપર બેઠકના 13 ગામની પંચાયતો સમરસ: 10માં ચૂંટણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-12-2021

મોરબી જીલ્લા પંચાયતની જેતપર બેઠક ઉપરથી ચૂંટાયેલા યુવાન આગેવાન અને જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયાએ જણાવ્યુ છે કે તેની બેઠકમાં આવતી પંચાયતોમાથી હાલમાં 13 ગ્રામ પંચાયતો સમરસ થયેલ છે અને 10 માં ચૂંટણી યોજવાની છે. જેતપર બેઠક હેઠળ આવતા 26 ગામોની પંચાયતોમાથી 23 ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેથી અજયભાઈ લોરિયાએ તેની બેઠકમાં આવતા ગામોમાથી વધુમાં વધુ ગામ સમરસ બને

તે માટે કવાયત શરૂ કરી હતી જેના ફળ સ્વરૂપે 23 ગ્રામ પંચાયત પૈકી 13 ગ્રામ પંચાયત સમરસ બની ગયેલ છે આ તમામ પંચાયતોને બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા દ્વારા અગાઉ કરવામાં આવેલ જાહેરાત મુજબ એક એક લાખ રૂપિયા આપવામાં આવશે. જે 13 ગ્રામ પંચાયત સમરસ થયેલ છે તેમાં નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, રવાપર (નદી) જુના સાદુળકા શક્તિનગર, વાઘપર, પીલુડી, બહાદુરગઢ, કૃષ્ણનગર, ભક્તિનગર, હરીપર (કે), અને ભરતનગરનો સમાવેશ થાય છે.