માર્કેટમાં નથી જોવા મળતીને 2000 ની નોટ, કેમ ગાયબ થઈ રહી છે? સંસદમાં સરકારે કહ્યું કારણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-12-2021

હાલમાં દેશમાં સૌથી મોટી ચલણી નોટ  2,000 છે, પરંતુ બજારમાં આ નોટોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. માર્કેટ સર્ક્યુલેશનમાં રૂ.૨,૦૦૦ની નોટોની સંખ્યા આ વર્ષે નવેમ્બરમાં ૨૨૩.૩ કરોડ નોટો અથવા કુલ નોટો (એનઆઈસી)ના ૧.૭૫ ટકા થઈ ગઈ છે, જ્યારે માર્ચ ૨૦૧૮માં ૩૩૬.૩ કરોડ હતી.

2000ની નોટો કેમ ઓછી થઈ?

રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, નોટબંધી બાદ જારી કરવામાં આવેલી 2,000 રૂપિયાની નોટોની અછત પાછળનું કારણ 2018-19 પછી કોઈ નવી નોટ ન છાપવાનો ઓર્ડર છે. સરકારે 2018-19 થી આ નોટો છાપવા માટેનો કોઈ નવો આદેશ આપ્યો નથી. આ ઉપરાંત નોટો ગંદી/ફાટેલી થઈ જાય એટલે નુકસાન થાય છે.’ એટલે જ નવી નોટો છાપવામાં આવતી નથી અને જૂની નોટો નિરર્થક રીતે બજારની બહાર જઈ રહી છે, જેના કારણે આ નોટોની અછત સર્જાઈ છે.

31 માર્ચ, 2018 સુધી રૂ. 2,000ની કિંમતની 336.3 કરોડ નોટો ચલણમાં હતી

તેમણે કહ્યું હતું કે, “31 માર્ચ, 2018 સુધી રૂ. 2,000ની કિંમતની 336.3 કરોડ નોટો (એમપીસી) ચલણમાં હતી, જે જથ્થા અને મૂલ્યની દ્રષ્ટિએ એનઆઈસીના અનુક્રમે 3.27 ટકા અને 37.26 ટકા છે. તેની સામે 26 નવેમ્બર, 2021ના રોજ 2,233 એમપીસી ચલણમાં હતી, જે જથ્થા અને મૂલ્યની દ્રષ્ટિએ એનઆઈસીના અનુક્રમે 1.75 ટકા અને 15.11 ટકા છે.’ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, 2018-19 થી નોટો માટે કરન્સી પ્રિન્ટિંગ પ્રેસ સાથે કોઈ નવી માંગ મૂકવામાં આવી નથી.