ગૂગલ Mapsનું આ ફીચર છે એકદમ દમદાર, નહીં કપાય વાહનનું ચલણ

ગૂગલ મેપમાં સ્પીડોમીટર (Speedometer) નામનું ખાસ ફીચર ઉપલબ્ધ છે, જે તમારી ગાડીની સ્પીડને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-12-2021

દેશભરમાં હવે ટ્રાફિકની સમસ્યાઓ (Traffic Problems)ને નિવારવા માટે દિનપ્રતિદિન નિયમો (Traffic Rules)ને કડક બનાવવામાં આવી રહ્યા છે. ગાડી ચલાવવામાં નાની એવી ચૂક પણ તમારા પર્સને ખૂબ ભારે પડી શકે છે. તમે સૂમસામ રસ્તા પર પણ ત્રીજી આંખની દેખરેખ હેઠળ રહો છો. ગાડીએ જેવો નિયમનો ભંગ કર્યો કે તરત તમારા ફોનમાં મેસેજ આવશે કે તમારું ચલણ (Challan) કપાઇ ગયું છે. ઘણી વખત ઓવર સ્પીડ (Over speed)માં ગાડી ચલાવવા પર ચલણ કપાય જાય છે. પરંતુ શહેરની ભીડભાડમાં તમને પણ ખ્યાલ નથી રહેતો કે તમારી ગાડીનું એક્સીલેટર નક્કી સ્પીડની સીમાને ક્યારે ક્રોસ કરી બેસે છે. પરંતુ હવે તમારી આ સમસ્યાનું સમાધાન તમારો મોબાઇલ ફોન (Smartphone) લાવશે. જે તમને એલર્ટ પર રાખશે. કઇ રીતે, ચાલો જાણીએ.

ગૂગલ મેપનું આ ફીચર કરશે એલર્ટ: ચલણ અને મસમોટા દંડથી બચવા તમારે વાહન ચલાવતી વખતે ખાસ એલર્ટ રહેવું પડે છે. હવે ગાડીઓ અને સ્માર્ટફોનમાં અનેક નવા ફીચર્સ (Features) આવી રહ્યા છે, જે તમને દરેક વસ્તુ માટે એલર્ટ કરી દે છે. ત્યારે ઓવર સ્પીડથી બચવા માટે તમે ગૂગલ મેપ (Google Maps)ની હાઇટેક ફેસેલિટીનો ઉપયોગ કરી શકો છો. જે તમને ચાલાનથી તો બચાવશે જ સાથે જ અકસ્માતના જોખમને પણ ઓછું કરી દેશે.

ગૂગલ મેપનું સ્પીડોમીટર: ગૂગલ મેપમાં સ્પીડોમીટર (Speedometer) નામનું ખાસ ફીચર ઉપલબ્ધ છે, જે તમારી ગાડીની સ્પીડને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરશે. સ્પીડોમીટર ફીચર ગાડીની સ્પીડ સીમાથી વધતા જ તમને એલર્ટ મેસેજ આપશે.

આ રીતે એક્ટિવેટ કરો સ્પીડોમીટર: સ્પીડોમીટર એક્ટિવ કરવા માટે સૌથી પહેલા ગૂગલ મેપ એક્ટિવ કરો. ત્યાર બાદ ગૂગલ મેપની પ્રોફાઇલ પર ક્લિક કરો અને સેટિંગમાં જાઓ. અહીં તમને Navigation Settings ઓપ્શન દેખાશ તેના પર ક્લિક કરો. ત્યાર બાદ Driving ઓપ્શનમાં સ્પીડોમીટર ઓપ્શન જોવા મળશે. આ સ્પીડોમીટરને ઓન કરો.