મોરબીમાં સસ્તુ સોનુ-ડોલરના નામે ચીટીંગ કરતી ત્રિપુટી પકડાઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-11-2021

મોરબી પંથકમાં સસ્તામાં સોનાનું બિસ્કિટ અને અમેરિકન ડોલર આપવાનું કહીને લોકોની સાથે એક ગેંગ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી હતી તેવામાં એલસીબી દ્વારા કાંતિનગરમાથી છેતરપિંડી કરનારી ત્રિપુટીની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી કાર સહિત પોલીસે 20 લાખનો મુદામાલ કબજે કરેલ છે. આ ગેંગની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને પાંચ આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.

મોરબી એલસીબી.ના પીએસઆઈ એન.બી.ડાભી તથા લીવ રીઝર્વ પીએસઆઈ પી.જી.પનારા અને એલસીબી તેમજ એસઓજીના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે હકિકત મળેલ હતી કે હાસમ કરીમભાઇ મૌવર રહે. વીસીપરા તેના સાગરીતો સાથે રાખી લાલ કલરની કીયા કાર લઇ માળીયા તરફ જનાર છે. જેને અગાઉ અનેક વખત અમેરીકન ડોલર તથા સોનાના બીસ્કીટ બતાવી લોકો સાથે ચીટીંગ કરેલ છે જે હકીકત આધારે તે ત્રણ ઇસમો રોકડા રૂપીયા, મોબાઇલ ફોન, અમેરીકન ડોલર, પીળી ધાતુના બીસ્કીટ સાથે મળી આવ્યા હતા તેને રોકી તેઓની પુછપરછ કરી હતી

ત્યારે તેઓની પાસેથી મળી આવેલ રોકડા રૂપીયા, અમેરીકન ડોલર તથા પીળી ધાતુના બીસ્કીટ બાબતે પુછપરછ કરતા ત્રણેય ઇસમો તથા તેના અન્ય સાગરીતોએ મળી ગત તા.17-11 ના રોજ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકામાં હરીપર ગોલાઇ પાસે બીપીનભાઇ અરજણભાઇ પરમાર રહે. લક્ષ્મીનગર તાલુકો મોરબીને અમેરીકન ડોલર અડધી કીંમતમાં આપવાના બહાને બોલાવી તેઓને અમેરીકન બંડલ બતાવી તેઓ ડોલરનું બંડલ ગણતા હતા ત્યારે પોતાના અન્ય સાગરીતો પોલીસ બની ત્યાં રેઇડ કરવા માટે આવ્યા હતા.

તેઓની પાસેથી રોકડા રૂપીયા 4,50,000 ની રકમ વિશ્વાસધાત કરીને લઈ લીધી હતી અને અમેરીકન ડોલરની નોટોનું બંડલ બીપીનભાઇને છેતરપીંડી કરવા બતાવેલ તે હોવાનું તેમજ લાલ કલરની કીયા કાર પણ આ ગુનામાં ઉપયોગ થયેલ હતી બાકીની રકમ તેમજ પીળી ધાતુના બીસ્કીટ બાબતે કોઇ સંતોષકારક જવાબ આરોપીઓ પાસેથી મળ્યો ન હતો જેથી આ બાબતે માળીયા મિંયાણા પોલીસ મથકે પકડાયેલ ત્રણેય મુકેશ ઉર્ફે લાલો, હાસમ કરીમભાઇ મૌવર અને ઇમ્તીયાઝ યુનુસભાઇ અજમેરી પીંજારા તથા અજાણ્યા પાંચ ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ 406,114 મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે.

મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકોને અમેરીકન ડોલર તથા સોનાના બીસ્કીટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી વિશ્વાસઘાત છેતરપીંડી આ ગેંગ દ્વારા કરવામાં આવી રહી હતી અને આ ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડવામાં મોરબી એલસીબી અને એસઓજીના સ્ટાફેને સફળતા મળેલ છે હાલમાં હાસમ મિયાણા રહે. વીસીપરા નુરી પાન પાસે મુકેશ ઉર્ફે લાલો ખેંગારભાઇ રાણવા રહે.

ઇન્દીરાનગર વિપુલનગર અને ઇમ્તીયાઝ અજમેરી પીંજારા રહે. કાંતીનગર મસ્જીદ વાળાની ધરપકડ કરવાં આવી છે અનવર બચુભાઇ જામ રહે. વીસીપરા વિજયનગર મદિના સોસાયટીની બાજુમાં મોરબી, સાજીદ મૌવર રહે. ટાવર પાસે મીયાણા વાડ સુરેન્દ્રનગર, સલીમ રહે. વઢવાણ, શબ્બીર જામનમામદ રહે. વીસીપરા મદિના સોસાયટી મોરબી મુળ રહે.જામનગર અને મહેબુબ રહે. અંજારને પકડવા પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.