WHATSAPP પોતાના Delete For Everyone ફીચર્સમાં કરશે આ મોટો બદલાવ, જાણો થશે શું ફેરફાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-11-2021

આજ કાલ  દરેક લોકો WHATS APPનો ઉપયોગ કરતા હોય છે અને દરેકના WHATS APP પર ડિલીટ ફોર એવરીવનના ફિચર્સની જાણકારી પણ  છે. આગામી સમયમાં WHATS APP ડિલીટ ફોર એવરીવનના ફિચર્સમાં બદલાવ લાવવા જઈ રહ્યું છે. ડિલીટ ફોર એવરીવનના ફિચર્સ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં 7 સેકન્ડની સમય મર્યાદા રાખવામાં આવી હતી જે પછી  2018 માં 4,096 સેકન્ડ સુધી સમય મર્યાદા વધારવામાં આવી. આ સુવિધાથી ભૂલથી મોકલેલા મેસેજને Delete For Everyone થી ગ્રુપમાંથી ડીલીટ કરી શકાય છે.

શું છે નવી અપડેટ? આ ફીચરની નવી અપડેટમાં પહેલા મેસેજ સેન્ડ કર્યા બાદ ફક્ત 4096 સેકન્ડ સુધીમાં જ ડીલીટ કરી શકતા હતા ત્યાર બાદ ડીલીટ થતા નહિ આ ટાઈમ લિમિટને નવી અપડેટમાં ખતમ કરી દેવામાં આવી છે હવે 1 મહિના જૂનો મેસેજ હોય તો પણ તેને ડિલેટ ફોર એવરીવન ઓપ્શનથી ડીલીટ કરવા યૂઝર્ડને સુવિધા મળશે.