PhonePe યૂઝર્સને લાગ્યો મોટો ઝટકો! મોબાઇલ રિચાર્જ કરવા પર લાગી રહ્યો છે વધારાનો ચાર્જ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-10-2021

જો તમે ફોનપે (PhonePe)થી તમારો મોબાઇલ રિચાર્જ (Mobile recharge) કરો છો તો તમારા માટે માઠા સમાચાર છે. હકીકતમાં ફોનપેથી મોબાઇલ રિચાર્જ કરાવવું મોંઘું થયું છે.

મોબાઇલ કે ડીટીએચ રિચાર્જ (Mobile recharge) કરવા, પાણી કે વીજળીનું બિલ ભરવા, ગ્રોસરી સ્ટોર્સમાંથી સામાન મંગાવવા, ગેસ સિલિન્ડર બુક કરાવવા કે પછી ઑનલાઇન ઓર્ડર માટે તમે ફોનપે (PhonePe)નો ઉપયોગ કરતા હશો. હવે ફોનપે યૂઝર્સ માટે એક માઠા સમાચાર છે. હકીકતમાં હવે ડિજિટલ પેમેન્ટ કંપની ફોનપેના માધ્યમથી મોબાઇલ રિચાર્જ (Mobile Recharge) કરાવવું મોંઘું થઈ ગયું છે.

ફોનપેએ અમુક યૂઝર્સ પાસેથી મોબાઇલ રિચાર્જ કરાવવા પર 1થી 2 રૂપિયા સુધી પ્લેટફૉર્મ ફી (Platform Fee) લેવાની શરૂઆત કરી છે. જોકે, ખાસ વાત એ છે કે કોઈ પણ પેમેન્ટ મોડ- યૂપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ફોનપે વૉલેટથી રિચાર્જ કરાવવા પર આ ચાર્જ લાગે છે.

કંપની કરી રહી છે પ્રયોગ

કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું કે, જો લોકો આ પ્રયોગનો હિસ્સો છે, તેમના માટે 50 રૂપિયાથી 100 રૂપિયાના ટ્રાન્ઝેક્શન માટે 1 રૂપિયો અને 100 રૂપિયાથી વધારેના ટ્રાન્ઝેક્શન માટે 2 રૂપિયા ફી લેવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રવક્તાએ કહ્યુ કે, આ નાનાપાયે કરવામાં આવી રહેલો પ્રયોગ છે. મોટાભાગના યૂઝર્સ પાસેથી 1 રૂપિયો ફી લેવામાં આવી રહી છે. હજી સુધી ફી લેવા બાબતે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.

PhonePe પર ખરીદી શકાય છે તમામ ઇશ્યોરન્સ કંપનીઓની પ્રોડક્ટ

તાજેતરમાં ફોનપે તરફથી કહેવામાં આવ્યું હતું કે તેને લાઇફ ઇન્શ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ વેચવા માટે ઇરડા (IRDAI) તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. કંપનીએ કહ્યુ હતુ કે, તે પોતોના 30 કરોડથી વધારે ગ્રાહકોને ઇન્શ્યોરન્સ બાબતે સલાહ આપી શકે છે. ઈરડાએ ફોનપેને ઇન્શ્યોરન્સ બ્રોકિંગ લાઇસન્સ આપ્યું છે. હવે ફોનપે ભારતમાં તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ વેચી શકશે.

Amazon Prime પર હવે મૂવી જોવું પડશે મોંઘું!

અમેઝોન પ્રાઇમ (Amazon Prime) પર હવે મૂવી જોવું મોંઘું પડે શકે છે. હકીકતમાં અમેઝોન પ્રાઇમ મેમ્બરશીપ (Amazon Prime Membership) લેવા માટે હવે તમારે 50% જેટલી વધારે કિંમત ચૂકવવી પડશે. બહુ ઝડપથી ઈ-કૉમર્સ અને OTT પ્લેટફોર્મ કંપનીઓ પોતાની પ્રાઇમ મેમ્બરશિપની કિંમત વધારવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં Disney+Hotstar તરફથી પણ મેમ્બરશિપ ચાર્જ (Membership Charge) વધારવામાં આવ્યો છે. Amazon 2017ના વર્ષ બાદ પ્રથમ વખત પોતાના મેમ્બરશિપ ચાર્જમાં વધારો કરવા જઈ રહ્યું છે. Amazon Prime Video પર તમે દેશ વિદેશની અનેક ભાષામાં ફિલ્મો અને જુદી જુદી વેબ સિરીઝ જોઈ શકો છો. (વાંચો સમગ્ર અહેવાલ…)