માઈક્રોસોફ્ટની નવી ઓપરેટિંગ સિસ્ટમ Windows-11 ઓફિશ્યિલ વર્ઝન લોન્ચ થયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-10-2021

ડેસ્કટોપ કમ્પ્યૂટરની ઓપરેટિંગ સિસ્ટમમાં આજેય મોનોપોલી ધરાવતી માઈક્રોસોફ્ટે વાયદા પ્રમાણે જ થોડા દિવસ પહેલાં પોતાની ઓપરેટિંગ સિસ્ટમ WINDOWS 11નું અપડેટ વર્ઝન ભારતમાં પણ લોન્ચ કરી દીધું છે. કંપનીએ WINDOWS 11ની ડિઝાઈન, ઈન્ટરફેસ અને સ્ટાર્ટ મેનુમાં ફેરફાર કર્યા છે. વિન્ડોઝ સ્ટાર્ટ સાઉન્ડમાં પણ એ ફેરફાર જોવા મળશે. ભારત સહિત દુનિયાભરમાં માઈક્રોસોફ્ટના યૂઝર્સ નવી ઓપરેટિંગ સિસ્ટમ WINDOWS 11ને પોતાના કમ્પ્યૂટર કે લેપટોપમાં ડાઉનલોડ કરી શકે છે. WINDOWS 11નું અપડેટેડ વર્ઝન WINDOWS 10ના ગ્રાહકોને ફ્રીમાં મળશે. આ સિવાય એસર, આસુસ, ડેલ, એચપી અને લિનોવો જેવી તમામ કંપનીઓનાં લેપટોપ હવે WINDOWS 11 ઓપરેટિંગ સિસ્ટમ સાથે જ બજારમાં આવશે. 

WINDOWS 11 કેવી રીતે ડાઉનલોડ કરશો

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10ના યૂઝર્સને WINDOWS 11નું અપડેટ આપી દીધું છે જેને તમે સિસ્ટમ અપડેટમાં જઈને ચેક કરી શકો છો. નવી વિન્ડોઝ સાથે તમે માઈક્રોસોફ્ટ પીસી હેલ્થ એપ પણ ડાઉનલોડ કરી શકો છો. સિસ્ટમ અપડેટમાં તમને બટન જોવા મળશે, જેના પર ક્લિક કરીને બતાવેલા સ્ટેપને ફોલો કરવાથી તમે તમારા કમ્પ્યૂટરમાં WINDOWS 11 ડાઉનલોડ કરી શકો છો. કંપનીએ અપડેટ વર્ઝનમાં કેટલાક નજરે ચડે તેવા ફેરફાર કર્યા છે. હવે WINDOWS 11 સાથે વેલકમ સ્ક્રીન સાથે દૂર કરવામાં આવ્યું છે અને લાઈવ ટાઈટલ પણ તમને નવા વિન્ડોઝમાં જોવા નહીં મળે. નવા વર્ઝનની ડિઝાઈન જોતાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે માઈક્રોસોફ્ટનું પ્લાનિંગ એપલની ઓપરેટિંગ સિસ્ટમ અને ગૂગલને ટક્કર આપવાનું છે. નવા વર્ઝનમાં એક ફ્રેશ સ્ટાર્ટ મેનુ મળશે જેમાં નવા સાઉન્ડ સાથે નવું ઈન્ટરફેસ પણ સામેલ છે. ખૂણાની ડિઝાઈન મળતી આવે છે. પહેલાં સ્ટાર્ટ મેનુ ડાબી સાઈડમાં ખૂણામાં હતું જે હવે સેન્ટરમાં આવી ગયું છે. 1996 બાદ પહેલી વાર એવું બન્યું છે કે સ્ટાર્ટ મેનુ ડાબી તરફને બદલે વચ્ચે રાખવામાં આવ્યું હોય. એપ્લિકેશનનું પ્લેસમેન્ટ પણ ઘણી રીતે ઓપરેટિંગ સિસ્ટમને મળતું આવે છે. જોકે તમે ચાહો તો પ્લેસમેન્ટને પોતાની રીતે બદલી પણ શકો છો.