મોરબી પાલિકાએ ધ્યાન ન આપતા સિનિયર સિટીઝનોએ હાથમાં ઉપાડ્યા કુહાડી, ત્રિકમ અને પાવડા !

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-10-2021

મોરબીના નવલખી રોડ ઉપરની રેલ્વે ફાટકથી પરશુરામ મંદિર સુધી રોડની સાઇડમાં બાવળ અને કચરાના ઢગલા છે જેથી વડીલો સહિતના લોકોને અવાર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે પાલિકામાં અનેક વખત જંગલ કટિંગ અને સફાઈ માટે રજૂઆત કરવામાં આવી હતી જો કે, કામ કરવામાં આવ્યું ન હતું માટે સિનિયરોએ હાથમાં કુહાડી, ત્રિકમ અને પવડા ઉપાડ્યા હતા ને રોડ ઉપર સફાઈ કરી હતી.

મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થાના વડીલો દ્વારા આજ યુવાનોને પણ શરમાવે તેવી કામગીરી કરવામાં આવી હતી નવલખી રોડ ઉપરની રેલ્વે ફાટકથી પરશુરામ મંદિર સુધી આવતા રોડ પર બંને બાજુએ કચરાના ઢગલા અને બાવળ ઊગી નીકળેલ છે જેથી સિનિયરો અને ગામડે આવતા જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થા પ્રમુખ ડો.બો.કે. લહેરુ, પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ મહેતા, મંત્રી મહેશભાઇ ભટ્ટ તેમજ ભૂપતભાઇ પંડ્યા સહિતનાઑની આગેવાનીમાં સિનીયર સીટીઝન સંસ્થાના સભ્યો દ્વારા સમૂહમાં સાફ સફાઈ માટેનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો અને મોટાભાગના સભ્યો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા.

અત્રે ઉલેખનીય છે કે, અગાઉ આ કામ માટે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારી અને કર્મચારીઓને રાજુઆતો કરવામાં આવી હતી તો પણ કોઈ કામ કરવામાં આવ્યું ન હોવાથી મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થાના વડીલો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરીને બાવળ કાપીને કચરાને દૂર કરીને રસ્તો સાફ કરવામાં આવ્યો હતો અને આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે.