વાકાનેર એસ.ટી. ડેપોના નિવૃત થતા કર્મચારીઓનો વિદાય સમારંભમાં યોજાયો

વર્ષોથી પરિવારની ભાવનાથી રહેલા વડીલ સહકર્મચારીઓને વિદાયમાન પ્રસંગે હંમેશા કર્મચારીઓ માટે પ્રયત્નશીલ રહેતા કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજા વિદાય સમારંભમાં ભાવુક બની ભારે હૃદયે વિદાયમાન કર્યા હતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-10-2021

(અજય કાંજીયા) વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહયા હતા વય મર્યાદાને કારણે નિવૃત થતા કર્મચારીઓને ભેટ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા

રાજકોટ ડિવિઝન હેઠળ ના વાકાનેર ડેપો આવકની હરોળમાં સૌરાષ્ટ્રમાં અન્ય ડેપોથી મોખરે રહ્યો છે જેના માટે મેનેજમેન્ટ , વર્કશોપ , ડ્રાઇવરો , કંડકટરો સહિતના તમામ કર્મચારીઓ નો સાથ સહકાર અને પારિવારિક ભાવના મહત્વનું પરિબળ અસરકારક બન્યું છે.

તા. ૩૦.૦૯.૨૦૨૧ ને ગુરુવારે સાંજે ડેપોના એક સાથે ૨ સ્વર્ગસ્થ સહિત ૧૮ કર્મચારીઓ વય મર્યાદા ને પગલે નિવૃત્ત થતા હોય તેઓ માટે ડેપોમાં ૧૯૯૯ થી કાર્યરત બાપા સીતારામ ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન સાથે જાજરમાન સ્વાગત વિધિ તેમજ સામૂહિક એસ.ટી.પરિવાર માટે સમુહ ભોજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કલોતરા , વિભાગીય યાંત્રિક ઇજનેર એન.સી.સોની,જયુભા ડી.ઝાલા , અસ્વીનભાઈ રાવલ , ડેપો મેનેજર કવિતાબેન ભટ્ટ તથા સમગ્ર એસ. ટી. ડેપો કર્મચારી સ્ટાફ તથા પરિવારજનો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે ગાયત્રી મંદિર પરિવારના મહંત અશ્વિનભાઈ રાવલ દાદાએ આશીર્વાદ પાઠવ્યા હતા.

વિભાગીય નિયામક દ્વારા કર્મચારી મંડળમાં અગ્રણી જયુભા ડી.જાડેજાની કાર્ય પદ્ધતિને બિરદાવવામાં આવી હતી

સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા જે.બી.ઝાલા , ભરતસિંહ જાડેજા , મહેબૂબભાઈ લાહેજી , નરેન્દ્રસિંહ જાડેજા , જનકસિંહ ઝાલા , અતુલભાઈ રાજગુરુ , અશોકભાઈ સહિત બાપા સીતારામ ગૃપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી .