વાંકાનેરના ખેરવા ગામે પુલ પરના ખાડામાં વિજતંત્રની ગાડી ફસાઈ

બે ઈલેક્ટ્રીક ટીસી બળી ગયા બાદ રીપેરીંગ માટે આવેલા વિજતંત્રની ગાડી ફસાતા લોકોએ મહામહેનતે બહાર કાઢી, વહેલી તકે આ પુલીયાની મરામત કરવા માંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-10-2021

Ajay kanjiya  વાંકાનેરના ખેરવા ગામે પુલ પરના ખાડામાં વિજતંત્રની ગાડી ફસાઈ ગઈ હતી. ગામના બે ઈલેક્ટ્રીક ટીસી બળી ગયા બાદ રીપેરીંગ માટે આવેલા વિજતંત્રની ગાડી ફસાતા લોકોએ મહામહેનતે બહાર કાઢી હતી. આથી, વહેલી તકે આ પુલીયાની મરામત કરવાની ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.

વાંકાનેરના ખેરવા ગામે બસ સ્ટેન્ડથી ખેરવા ગામમાં જતો રોડનાં પુલ પર બે ખાડા પડી ગયા છે. ગઈકાલે જ ગામના બે ઈલેક્ટ્રીક ટીસી બળી ગયા હતા. જે બદલાવવા વિજતંત્રની ગાડી આવી હતી. તે પણ ખાડામાં ફસાઈ ગઈ હતી. જો કે લોકોએ એ ગાડીને મહામહેનતે બહાર કાઢી હતી. ત્યારબાદ ગામમાં વિજ પુરવઠો શરૂ થયો હતો. આ રોડ પરથી ત્રણ ગામોની અવરજવર છે. જે હાલ બંધ કરાવી પડી છે જો વહેલી તકે આ પુલીયાની મરામત કરવામાં નહીં આવે તો જાનહાનિ થઈ શકે તેમ છે. આ બાબતે સમગ્ર જવાબદારી લાગતાં વળગતા તંત્રની રહેશે. આથી ગ્રામજનોએ આ અંગે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે.