ટંકારાની ડેમી નદીમાં યુવાનનું બાઈક તણાયુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-09-2021

ટંકારાના જુદાજુદા ગામોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ટંકારા તેમજ વાકાનેરને જોડતા રસ્તા ઉપર કોઝવેમાં પાણી આવી હતું હતું જેથી કરીને અમરાપર, ટોળ, કોઠારીયા ગામના રહીશોનો ટંકારા સાથે સંપર્ક તુટી ગયો હતો તેવામાં આ કેઝવે ઉપરથી બાઇક આઈને પસાર થવા માટે એક યુવાન નીકળ્યો હતો અને તેનું બાઇક પાણીના પ્રવાહમાં તણાઇ ગયું હતું યુવાનનો જીવ માંડ માંડ બચ્યો હતો દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતી હોય છે જેથી કરીને અમરપર ગામના હુસેનભાઇ સહિતના આગેવાનોએ અનેક વખત અધિકારીઓ અને પદાધિકારીઓને કોઝવેની જગ્યાએ પુલ બનાવી આપવાની માંગ કરેલ છે જો કે, તેને ધ્યાને લેવામાં આવી રહી નથી જેથી અધિકારીઓ અને પદાધિકારીઓ આ કેઝવે ઉપર જીવલેણ અકસ્માતનો બનાવ બને તેની રાહ જોઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે