મોરબીના ભડિયાદ ગામેથી પેબલ પથ્થરના બાચકાની ચોરી કરતા ત્રિપૂટી ઝપડાઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-09-2021

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદશન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના પી આઈ એમ આર ગોઢાણીયાની સુચનાથી પોલીસ સ્ટાફના અજીતસિંહ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે મોરબી તાલુકાના બે ઇસમો એક સીડી ડીલક્ષ મોટર સાઈકલ જીજે 03 કેએસ 1758માં પેબલ પથ્થરની ચોરી કરી વેચવા સગેવગે કરવા જવાની પેરવી કરી ભડિયાદ કાંટા પાસેથી નીકળનાર છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવાતા બે ઇસમો ચેતનભાઈ અગરસંગભાઈ કોઠારિયા અને મહેશભાઈ વિનુભાઈ તાવીયા મોટર સાઈકલમાં ચાર બાચકામાં ગ્લેજના બોઈલમિલમાં વપરાતા પેબલ પથ્થર ભરી નીકળતા આ શખ્સોને રોકી પોલીસે પુછપરછ કરતા રફાળેસ્વર, ક્રાઉન સિરામિકમાંથી ચોરી કરી હોય અને આ સિવાયના બીજા 27 બાચકા ભડિયાદ ગામે ભાવેશભાઈ ચતુરભાઈ ઝાપડીયા વાળાએ ભાડેથી રાખેલ મકાનમાં રાખેલ હોવાની કબુલાત આપતા ત્યાં તપાસ કરતા ભાવેશભાઈ ચતુરભાઈ ઝાપડિયા હાજર મળી આવેલ હોય તેમજ ગ્લેજના બોઈલમિલમાં વપરાતા પેબલ પથ્થરના બાચકા નંગ 27 મળી આવતા ત્રણેય ઇસમો પાસેથી કુલ પેબલ પથ્થરના બાચકા નંગ-31 કીમત રૂ.60,000 તથા હીરો હોન્ડા સીડી ડીલક્ષ જીજે 03 કેએસ 1758 કીમત રૂ.20,000 એમ કુલ મુદામાલ કીમત રૂ.80,000 ના મુદામાલ સાથે મળી આવતા તમામ મુદામાલ કબજે કરી આરોપ ચેતનભાઈ અગરસંગભાઈ કોઠારિયા રહે-ક્રાઉન સિરામિક, મહેશભાઈ વિનુભાઈ તાવીયા રહે-ભડિયાદ અને ભાવેશભાઈ ચતુરભાઈ ઝાપડિયા રહે-ભડિયાદ એમ ત્રણેયની અટક કરી ધોરણસરની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે.