બાગાયતી ખેડૂતોને ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વધારવા માટે સહાય અપાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-09-2021

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર હેક્ટર દીઠ ૧.૨૫ લાખ સુધી સહાય આપવામાં આવશે.

            આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૨૨ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામક કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.