Google મચાવી શકે છે ટીવીની દુનિયામાં તહેલકો! ફ્રીમાં લોન્ચ કરી શકે પોતાની ટીવી સ્ટ્રીમિંગ ચેનલ્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-09-2021

ગૂગલ એક પ્લેટફોર્મ તરીકે કદાચ જ કોઇ માટે અજાણ્યું નામ હશે. થોડા વર્ષો પહેલાં ગૂગલે પોતાના એંડ્રોઇડ ટીવી પ્લેટફોર્મ Google TV લોન્ચ કર્યું હતું જે ક્રોમકાસ્ટ અને સ્માર્ટ ટીવે એજેવા પ્લેટફોર્મ્સ સાથે મળીને પણ કામ કરે છે.

ગૂગલ (Google) એક પ્લેટફોર્મ તરીકે કદાચ જ કોઇ માટે અજાણ્યું નામ હશે. થોડા વર્ષો પહેલાં ગૂગલે પોતાના એંડ્રોઇડ ટીવી પ્લેટફોર્મ Google TV લોન્ચ કર્યું હતું જે ક્રોમકાસ્ટ અને સ્માર્ટ ટીવે એજેવા પ્લેટફોર્મ્સ સાથે મળીને પણ કામ કરે છે. સમાચારોનું માનીએ તો જલદી જ Google TV પર પોતાની ફ્રી ટીવી ચેનલ્સ હશે. આવો તેના વિશે વિગતવાર જાણીએ.

ગૂગલ લાવશે પોતાની ફ્રી ટીવી ચેનલ

પ્રોટોકોલના એક રિપોર્ટ અનુસાર જલદી જ ગૂગલ ટીવી પર યૂઝર્સને ગૂગલ (Google) ની પોતાની ટીવી ચેનલ મળશે જે ફ્રી હશે. તેના માટે ગૂગલ ટીવી યૂઝર્સને એક વિશેષ લાઇવ ટીવી મેનૂ મળશે જેનાથી તે ઘણી ચેનલ્સમાંથી પોતાની મનપસંદ ચેનલને સિલેક્ટ કરી શકશે. બાકી કમ્પેટિબલ સ્માર્ટ ટીવી (Smart Tv) પર આ ચેનલ્સ ઓવર-ધ-ઇયર પ્રોગ્રામિંગ સાથે જ મળશે જેને એક એંટીના દ્વારા સિલેક્ટ કરી શકાશે.

ક્યારે આવી શકે છે આ ચેનલ

પ્રોટોકોલ અનુસાર ગૂગલે પોતાના આ નવા પગલાંની જાહેરાત આગામી થોડા અઠવાડિયામાં અથવા મહિનામાં કરી શકે છે પરંતુ ક્યાંક એવું અનુમાન પણ લગાવવામાં આવે છે કે યૂઝર્સને ટીવી ચેનલ્સ આગામી વર્ષે જ જોવા મળશે જ્યારે કંપની પોતાના સ્માર્ટ ટીવી પાર્ટનર્સ સાથે વાતચીત કરી લેશે.

આવું પહેલીવાર થવા જઇ રહ્યું છે

તમને જણાવી દઇએ કે ગૂગલ ફ્રી સ્ટ્રીંમિંગ ટીવી ચેનલ્સ લાવનાર પ્રથમ પ્લેટફોર્મ નથી. સ્માર્ટ ટીવી (Smart Tv) પ્લેટફોર્મ રોકૂ પહેલાં આ પગલું ભરી ચૂક્યું છે જેમાં તે યૂઝર્સને 200થી વધુ ફ્રી ચેનલ અને 10 હજારથી વધુ શો અને ફિલ્મો આપે છે. ગૂગલના આ નવા પગલા માટે ગ્રાહક ખૂબ ઉત્સાહિત છે અને આશા કરે છે કે ગૂગલના આ નવા ટીવી ચેનલ્સથી તેમને સારું કન્ટેન્ટ જોવાની તક મળશે.