Google Pixel Fold વર્ષના અંતમાં થઇ શકે છે લોન્ચ, સેમસંગને આપશે ટક્કર!

Google Pixel Fold Price- વર્ષ 2021ના અંત સુધીમાં ગૂગલ આ ફોન (Google Smartphone)લોન્ચ કરે તેવી આશા છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-09-2021

થોડા વર્ષો પહેલા ગૂગલે (Google)પહેલી વખત પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન (Google Foldable Smartphone)અંગે સંકેતો આપ્યા હતા. ત્યારે હવે ધીમે-ધીમે ગૂગલ તેના ડેવલપમેન્ટ અંગે વિગતો પબ્લિક કરી રહ્યું છે. વર્ષ 2021ના અંત સુધીમાં ગૂગલ આ ફોન (Google Smartphone)લોન્ચ કરે તેવી આશા છે. હાલમાં જ સામે આવેલા અહેવાલો અનુસાર, ગૂગલ નવો ફોલ્ડેબલ Google Pixel Foldના નામે આ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. જોકે, આ જાણકારી અંગે કંપનીએ સત્તાવાર ફોડ પડ્યો નથી.

ડિસ્પ્લે સપ્લાઇ ચેન કંન્સલ્ટેન્ટ્સના સીનિયર ડાયરેક્ટર ડેવિડ નારંજોએ શેર કરેલા ટ્વિટમાં SDCથી LTPO OLED પેનલનો ઉપયોગ થઈ શકે તેવા ડિવાઇસનું લિસ્ટ સામેલ છે. જેમાં Google Pixel Fold પણ સામેલ છે.

Google Pixel Foldના સંભવિત ફીચર્સ

Google Pixel Foldમાં LTPO OLED ડિસ્પ્લેનો ઉપયોગ થઇ શકે છે. Google Pixel Foldની લોન્ચિંગ ટાઇમલાઇન અંગ સંકેતો આપવામાં આવ્યા હોય તેવું પહેલી વખત નથી. જીએસએમ એરીના અનુસાર ગૂગલ પિક્સ 6 સીરીઝને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેવામાં ટેકનોલોજીની દુનિયામાં આગામી પિક્સલ ફોલ્ડની જાહેરાત થઇ શકે છે. રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર ગૂગલ 19 ઓક્ટોબરે પોતાની પિક્સલ 6 સીરીઝ લોન્ચ કરી શકે છે.

ટીપ્સસ્ટર જ્હોન પ્રોસેરે ફેબ્રુઆરીમાં કરેલા દાવા અનુસાર, ગૂગલ પિક્સલ ફેલ્ડના ડેવલપમેન્ટની અફવાઓ વાસ્તવિક છે. તેણે વધુમાં ઉમેર્યુ કે, આ ફોન આ વર્ષના અંતમાં અથવા તો આગામી વર્ષની શરૂઆતમાં આવી શકે છે.

ગત વર્ષે એક ઇન્ટર્નલ ગૂગલ ડોક્યૂમેન્ટમાં 3 ડિવાઇસના ડેવલપમેન્ટ અંગે ઇશારો થયો હતો. કોડનેમ રેવેન, ઓરિયોલ અને પાસપોર્ટ ત્રણમાથી અંતિમને પિક્સલ ફોલ્ડનો સંદર્ભ હોવાનું માનવામાં આવતું હતું. આ તમામ વાતો હાલ Google Pixel Fold જલદી જ આવી શકે છે તેની તરફ ઇશારો કરી રહી છે. જો ગૂગલ દ્વારા ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવામાં આવે છે તો બની શકે છે કે માર્કેટમાં સેમસંગને સ્પર્ધાનો સામનો કરવો પડે. આ બધી વાતોની સ્પષ્ટતા ગૂગલ દ્વારા ઓફિશ્યલ સ્ટેટમેન્ટ બાદ જ થઇ શકે છે.