નરેન્દ્ર મોદી-નરેન્દ્ર સોનીનું બ્લડગ્રુપ, માતાનું નામ, જન્મતારીખ એકસરખા !

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-09-2021

ક્યારેય એવું બની શકે કે બે વ્યક્તિના માતાના નામ, જન્મતારીખ, બ્લડગ્રુપ બધું એક સરખું જ હોય ? જી હા, આવું બની શકે છે અને તે કોઈ બીજા સાથે નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ બન્યું છે. મુંબઈના જ્વેલર્સ નરેન્દ્ર સોનીની જન્મતારીખ, બ્લડ ગ્રુપ, ઉંચાઈ, વજન, કદ, આદત બધું જ નરેન્દ્ર મોદી જેવું છે. નરેન્દ્ર મોદી 17-9-1950ના રવિવારે જન્મ્યા હતા જ્યારે નરેન્દ્ર સોની પણ 17-9-1950ને રવિવારે જ જન્મ્યા હતા. બન્નેનું બ્લડગ્રુપ પણ ‘એ’ પોઝિટીવ જ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીની છાતી 44 ઈંચ, પેટ 45 ઈંચ અને કમર 41 ઈંચની છે તો નરેન્દ્ર સોનીનું કદ પણ આ જ પ્રકારનું છે. આ ઉપરાંત બન્નેને ભોજન પણ એક જ ભાવે છે તો બન્નેના વાળ પણ સફેદ જ છે. નરેન્દ્ર મોદીના માતાનું નામ હિરાબેન છે તો નરેન્દ્ર સોનીના માતાનું નામ પણ હિરાબેન જ છે. બન્ને નરેન્દ્રના પિતાની, ભાઈની અને બહેનની રાશી પણ એક જ છે ! આ સામ્યતાની નોંધ લીમ્કા બુકે પણ લીધી છે.