MediaTekની નવી ચીપસેટ Kompanio 900T લોન્ચ, ટેબલેટ અને નોટબૂક માટે તૈયાર કરાઇ ખાસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.6-09-2021

આ ચીપસેટ ખાસ કરીને ટેબલેટ, પોર્ટેબલ નોટબુક્સ જેવી ડિવાઇસ માટે રજૂ કરાયું છે. Kompanio 900Tને 6nm પ્રોસેસ પર બનાવાઈ છે. જેમાં બે ARM Cortex-A78 કોર અને છ ARM Cortex-A55 કોર છે

તાઇવાનની ચીપ મેન્યુફેક્ચરિંગ કંપની MediaTek દ્વારા નવી ચીપસેટ લોન્ચ કરવામાં આવી છે. જેનું નામ Kompanio 900T SoC છે. આ ચીપસેટ ખાસ કરીને ટેબલેટ, પોર્ટેબલ નોટબુક્સ જેવી ડિવાઇસ માટે રજૂ કરાયું છે. Kompanio 900Tને 6nm પ્રોસેસ પર બનાવાઈ છે. જેમાં બે ARM Cortex-A78 કોર અને છ ARM Cortex-A55 કોર છે.

આ ચીપસેટ ARM Mali-G68 GPU અને MediaTek APU AI પ્રોસેસરથી પણ સજ્જ છે. આ બાબતે MediaTekએ જણાવ્યું હતું કે, Kompanio 900T ચીપસેટ ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે. પરંતુ તેનો ઉપયોગ કોમર્શિયલ ડિવાઇસમાં ક્યારથી થશે તે અંગે જાણકારી નથી.

આ ચીપમાં LPDDR5 RAM સપોર્ટ, 2K સુધીનું રિજોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ, 5G અને Wi-Fi 6 જેવા ઘણા ફીચર્સ જોવા મળશે. મીડિયાટેક Kompanio 900T ચીપસેટ LPDDR5 RAM અને UFS 3.1 સ્ટોરેજ સપોર્ટ કરે છે. ડિસ્પ્લે માટે ગેમ 2K રિજોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ પણ મળે છે. ચીપસેટ SA અને NSA બેન્ડ્સના સપોર્ટ અને 5G સબ-6ગીગાહર્ટ્ઝના સંપૂર્ણ કવરેજ સાથે 5જી ડ્યુઅલ-કેરિયર એગ્રેગેશન અને વોઇસ ઓવર ન્યૂ રેડિયો સેવાઓ સાથે 5જી મોડમને ઇન્ટરગ્રેટ કરે છે.

મીડિયાટેક Kompanio 900T 2×2 MIMO, Wi-Fi 6 અને બ્લુટુથ વી 5.2 સપોર્ટ કરે છે. તે મલ્ટીપલ પેરિફેરલ એક્સટેન્શનને પણ સપોર્ટ કરે છે. મીડિયાટેકનું મીરાવિઝન ઇમેજ ક્વોલિટી એન્જિન અને AI-એન્હાન્સ્ડ વીડિયો ડિસ્પ્લેમાં SDR વિડિઓ કન્ટેન્ટને HDR ક્વોલીટી જેટલું વધારવાનો દાવો કરવામાં આવ્યો છે.

મીડિયાટેક કહે છે કે Kompanio ચીપસેટને ક્રોમબુક લેપટોપ અને ટેબલેટમાં સામેલ કરવામાં આવી રહી છે. મીડિયાટેક Kompanio 900Tથી સંચાલિત પ્રથમ કોમર્શિયલ ડિવાઇસ ક્યારે જોવા મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

ગયા મહિને મીડિયાટેક ડિમેન્સિટી 920 અને ડિમેન્સિટી 810 5જી એસઓસીની જાહેરાત કરવામાં આવી હતી. બંને ઓક્ટા-કોર, 64-બીટ ચિપસેટ ઉચ્ચ રિફ્રેશ રેટ ડિસ્પ્લેને સપોર્ટ કરે છે અને મલ્ટિ-કેમેરા સેટઅપ્સ માટે સપોર્ટ મલ્ટિ-પ્રોસેસિંગ સાથે આવે છે. મીડિયાટેક ડિમેન્સિટી 920માં વાઇ-ફાઇ 6 સપોર્ટ છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મીડિયાટેક ડાઈમેનશન 2000 સિરીઝના પ્રોસેસર ધરાવતા સ્માર્ટફોન 2022ના પ્રારંભમાં બજારમા આવી જશે તેવા અહેવાલો સામે આવ્યા હતા.