SBI એ તળાવમાં તરતું મુક્યું ATM! પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ Floating ATM!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-08-2021

તમે કોઈ પ્રવાસન સ્થળ પર ફરવા જાઓ, ખાસ કરીને તમે કોઈ તળાવ કે લેકની મુલાકાત લો તો અચાનક તમારે ત્યાં પૈસાની જરૂર પડે તો શું કરશો? આ સવાલનો જવાબ સ્ટેંટ બેંક ઓફ ઈન્ડિયા લઈને આવ્યું છે. ગ્રાહકોની સુવિધા માટે SBI એ તળાવમાં તરતું ATM મુક્યું છે. તે પ્રવા સીઓમાં આકર્ષણ જમાવી રહ્યું છે. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો આગામી દિવસોમાં નજીકના તળાવોમાં પણ આ પ્રકારે તરતા એટીએમ જોવા મળશે.

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક અનોખી શરૂઆત કરી છે. SBI એ શ્રીનગરના ડાલ લેક પર હાઉસબોટ પર ATM ખોલ્યું છે. જેનાથી અહીં આવતા પ્રવાસીઓને ફાયદો થશે. અહીં આવતા પ્રવાસીઓને જો રોકડની જરૂર હોય તો ATM માંથી રોકડ ઉપાડી શકશે.

SBI ની શ્રીનગરના લોકોને ભેટ: SBI એ શ્રીનગરના લોકોને એક જબરદસ્ત ભેટ આપી છે. 16 ઓગસ્ટના રોજ એસબીઆઈએ શ્રીનગરના પ્રખ્યાત ડાલ લેકમાં હાઉસબોટ પર એક એટીએમ ખોલ્યું છે. તેનું ઉદઘાટન SBI ના ચેરમેન દિનેશ ખરેએ કર્યું હતું.

SBI નું તરતું ATM:આ તરતા ATM હવે પ્રવાસીઓ માટે તેમની રોકડની જરૂરિયાતો પૂરી કરવા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

કેરળમાં Floating ATM પણ ખોલવામાં આવ્યું હતું: આ પહેલા, SBI એ વર્ષ 2004 માં કેરળમાં પણ Floating ATM શરૂ કર્યું હતું. આ તરતું એટીએમ કેરળ શિપિંગ એન્ડ ઇનલેન્ડ નેવિગેશન કોર્પોરેશન (KSINC) ની ‘ઝંકાર યાટ’ પર ખોલવામાં આવ્યું હતું.