વિકાસ દિવસ નિમિતે મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-08-2021

         મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ઉમેદવારોને નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

        મોરબી ટાઉનહોલ ખાતે સાંજે આયોજીત કાર્યક્રમ ‘‘વિકાસ દિન’’ નિમિત્તે ૧૦૦ ટકા રસીકરણ થયેલા ગામોના સરપંચઓના સન્માન કરવામાં આવ્યા હતા. તેમજ કોરોના વોરીયર્સના પણ સન્માન કરવામાં આવ્યા હતા. આ તકે કોમ્યુનિટી હેલ્થ ઓફીસરઓને નિમણૂક ઓર્ડર અને PSA પ્લાન્ટનું લોકાર્પણ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

         મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને અંતે સિવિલ હોસ્પીટલના અધિક્ષક ડૉ. પી.કે. દુધરેજીયાએ આભારવિધિ કરી હતી.

       આ કાર્યક્રમમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, સહિત સબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા અનુસાર લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.