મોરબી જિલ્લામાં આવતીકાલે થશે ગરીબ ઉત્‍કર્ષ દિનની ઉજવણી

મોરબી જિલ્લાના ૨ સ્થળોએ ગરીબ ઉત્‍કર્ષ દિનની ઉજવણીનું આયોજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-08-2021

મોરબી જિલ્લામાં કાર્યક્રમના સાતમા દિવસે એટલે કે તા.૦૭/૦૮/૨૦૨૧ના રોજ ‘‘ગરીબ ઉત્‍કર્ષ દિવસ’’ ની ઉજવણી કરવામાં આવશે. મોરબીના ૨ સ્થળોએ ગરીબ ઉત્‍કર્ષ દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં એપીએમસી મોરબી ખાતે સુ.શ્રી.લીલાબેન આંકોલીયાના અધ્યક્ષ સ્થાને તેમજ સિવિલ હોસ્‍પીટલ મોરબી ખાતે ધારાસભ્‍ય બ્રિજેશભાઇ મેરજા અને જિલ્‍લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે.

ગરીબ ઉત્‍કર્ષ દિન નિમિત્તે મોરબીનાં વિવિધ તાલુકાના ૨૨૧ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસોનું લોકાર્પણ તેમજ ખાર્તમૂર્હુત કરવામાં આવશે. માત્ર એક જ દિવસમાં મોરબીના ૨૨૧ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા ૬ લાભાર્થીઓને અવાસ માટે પ્લોટની સનત વિતરણ કરવામાં આવશે.  

આ ઉપરાંત એપીએમસી મોરબી ખાતે ગ્રામ વિકાસ વિભાગ આવાસ, શહેરિ વિકાસ આવાસ, નવી એસટી બસો, આઇટીઆઇ ટંકારા અને માળિયાની નવી બિલ્‍ડીંગનું લોકાર્પણ તેમજ ગ્રામ વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગના રોડ, પાણી પુરવઠા વિભાગની ખાતમૂહુર્તનો કાર્યક્રમ  યોજાશે. તેમજ મોરબી સિવિલ હોસ્‍પીટલ ખાતે PSA પ્‍લાન્‍ટનું લોકાર્પણ DHનું પણ આયોજન છે. અને કોરોના વોરીયર્સનું સન્‍માન પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત  સ્થળોએથી જીવંત પ્રસારણ કરાશે.