મોરબીના માર્ગો પર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મકવા કલેકટરને રજૂઆત

વિશ્ર્વહિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા લેખિત રજૂઆત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-08-2021

વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગદળ મોરબી શહેરની ટીમ દ્વારા હિંદુ સમાજના પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મોરબીના જાહેર માર્ગો પર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મૂકવા બાબત અને જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપવા બાબત મોરબી જિલ્લા કલેકટરને માંગ કરવામાં આવી છે.

આગામી તા. 09/08/2021ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. આ પવિત્ર માસમાં હિન્દુ સમાજના દરેક લોકોએ પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે. તો આ પવિત્ર શ્રાવણ માસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ

છે. તો આ દરમ્યાન મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનો વેચાણ ચાલુ હોય તેના પર પ્રતિબંધ એક માસ પૂરતો લગાવવામાં આવે તેવી અપીલ છેવધુમાં, આગામી સમયમાં તા. 30/08/2021ના રોજ હિંદુ ધર્મ સંસ્કૃતિના પવિત્ર તહેવાર જન્માષ્ટમી આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવામાં આવે છે પરંતુ કોરોના કાળના લીધે ગત વર્ષ આ શોભાયાત્રા કાઢવામાં આવી ન હતી. તો આ વર્ષે જ્યારે મોરબી શહેરમાં કોરોનાના કેસ ન હોવાથી વિશ્વ હિંદુ પરિષદને મોરબી શહેરમાં જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવા માટેની પરવાનગી આપવામાં આવે તેવી અપીલ છે