કોરોના મહામારીના કારણે બંધ હાઈકોર્ટના દરવાજા ખુલશે, આ તારીખથી ફિઝિકલ હિયરિંગ શરૂ થશે

કોરોનાકાળમાં લાંબા સમય સુધી ઓનલાઈન કામગીરી કરતી હાઈકોર્ટમાં હવે ફિઝિકલ કામગીરી શરૂ કરવા અંગે ચીફ જસ્ટીસે કર્યો નિર્ણય, કોવિડ કેસોમાં ઘટાડો થતા 17 ઓગસ્ટથી કોર્ટ ફિઝિકલ થશે શરૂ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-08-2021

ગુજરાતમાં લાંબા સમયબાદ હવે હાઈકોર્ટના દરવાજા ખુલશે. કોરોના મહામારીના કારણે તમામ કોર્ટની કામગીરી બંધ કરી દેવાઈ હતી. પરંતુ જેમ-જેમ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા તેમ ઓનલાઈન હિયરિંગ શરૂ કરાઈ હતી. જે બાદ ડિસ્ટ્રિક્ટ અને મેટ્રો કોર્ટને ખોલવામાં આવી હતી. અને આ કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ થઈ છે. જે બાદ હાઈકોર્ટના દરવાજા ખુલી રહ્યા છે. જો કે, આજ સુધી ઓનલાઈન હિયરિંગ ચાલુ હતી. આગામી 17મી ઓગસ્ટથી હાઈકોર્ટમાં ફિઝીકલ હિયરિંગ શરૂ થશે.