“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કુલમાં એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-08-2021

રમત ગમત પ્રવૃતી અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સીનિયર ભાઈઓ-બહેનોની એપ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન ન્યુએરા ગ્લોબલ સ્કુલ મોરબી ખાતે કરવામાં આવેલ હતું જેમાં 100 મી., 200 મી., 400 મી., 800 મી. અને 1500 મી. દોડની સ્પર્ધામાં સીનિયર ભાઈઓના વિભાગમાં 85 તેમજ સીનિયર બહેનોના વિભાગમાં 37 એમ કુલ 122 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જીલ્લા સીનિયર કોચ રવિકુમાર ચૌહાણે તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા તેમજ આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા થયેલ ખેલાડીઓને આગમી તા.7-8 થી 9-8 ના રોજ હિમતનગર ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે અને ત્યાં તેઓ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.