વોટ્સએપ વિડિઓ કોલ ડિસકનેક્ટ થતા તુરંત ફરી ગ્રુપ વિડિઓકોલમાં જોડાઈ શકાશે

વોટ્સએપ ગ્રુપમાં ગૃપ વીડિયો કોલ ઓપ્શનમાં વધુ એક ફીચર એડ થયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-07-2021

આજના સોશિયલ મીડિયાના જમાનામાં મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. લોકો વોટ્સએપમાં ચેટ, ઓડિયો કોલ અને વીડિયો કોલ દ્વારા સંબંધીઓ અને મિત્રો સાથે જોડાયેલા રહે છે. વોટ્એપ દ્વારા પણ યૂઝર્સને દિવસે દિવસે અવનવી સુવિધાઓ આપી રહ્યું છે. ત્યારે કંપની દ્વારા હાલમાં ગૃપ વીડિયો કોલને લઈને એક નવી સુવિધા આપી છે. જેમાં તમે કોઈ ગૃપ કોલમાંથી બહાર નિકળી જાઓ છો તો પણ ચિંતા નહીં તમે તે ગૃપ કોલમાં ફરી જોડાઈ શકો છો. જે પહેલા કંપની દ્વારા આ સુવિધા આપવામાં આવી નહોતી.

ગૃપ વીડિયો કોલમાં જો કોઈ વ્યક્તિ જેણે કોલ મિસ કરી દીધો છે તે તરત જ ફરી બટન પર ક્લિક કરતાની સાથે ફરી તે ગૃપ કોલમાં જોડાઈ જશે. ગૃપના દરેક સભ્યને ડાયલ કરતા એક કોલ પ્રાપ્ત થશે અને આ કોલ ઉઠાવ્યા પછી તે ફરી જોડાય જશે. પછી એક એક કરીને અન્ય સભ્યો પણ કોલમાં સામેલ થઈ શકશે.

દરેક સભ્યને થોડા સમય માટે એક વીટી મળશે અને જો કોઈ સભ્ય ચુકી જાય છે તો તે વ્યક્તિએ ગૃપમાં જોડાવા માટે માત્ર કોલ્સ ટેબ ઉપર જવું પડશે. આ સિવાય મ્યુટ, કેમેરા સ્વિચ, વીડિયો ઓન/ઓફ અને કોલને અસ્વીકાર કરવા માટે સ્ક્રીન ઉપર ગૃપ કોલ વિન્ડો ફંક્શન બટન હવે નીચે એક ફ્લોટિંગ ટાસ્કબારમાં રાખવામાં આવ્યું છે. તો હવે તમે જો કોઈ ગૃપ કોલમાંથી બહાર નિકળી જાઓ છો કે મધ્યમાંથી જોડાવ માંગતા હોવ તો આસાનીથી જોડાઈ શકો છો.