વાંકાનેર: નેશનલ હાઇવે પર વધુ એક ટ્રક બે કાબુ થતા એક્સિડન્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-07-2021

(અજય કાંજીયા દ્વારા) ગતરાત્રે 27 નેશનલ હાઈવે પર મચ્છુ નદીના સામા કાંઠે શ્રીજી પોલીમર્સ પાસે એક ટ્રક બેકાબૂ થયો હતો અને હાઈવેની બાજુમાં પાર્ક કરાયેલા વાહનોને હડફેટે લીધા હતા.હમણાં કેટલાક સમયથી વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક બેકાબૂ થઈ રહયા છે અથવા તો ટ્રકનો ડ્રાઈવર બેકાબુ થઇ ને ડ્રાઈવિંગ કરતો હોય અને અકસ્માત સર્જાય છે. ગતરાત્રે વાંકાનેર નેશનલ હાઈવે પર મચ્છુ નદીના સામાકાંઠા પાસે આવેલ શ્રીજી પોલીમર્સ પાસે એક ટ્રક બેકાબુ થઇને હાઈવેની સાઈડમાં પાર્ક કરેલા ત્રણ ચાર વાહનોને હડફેટે લઇ ને નેશનલ હાઈવેની રેલીંગ તોડીને શ્રીજી પોલીમર્સની બાજુમાં આવેલા કારખાનામાં ઘુસી ગયો હતો. જેમાં ડ્રાઈવર અને કંડક્ટર ને ઈજા થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતથી હાઈવેની સાઈડમાં પાર્ક કરેલી કારમાં નુકસાન થયું હતું અને હાઈવેની મિલકત રેલીમાં પણ નુકસાન થયું છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી કેવા પગલાં લેશે તે જોવાનું રહ્યું. આમ હાઈવે ઉપરથી પસાર થતાં બેફામ ડ્રાઈવિંગ કરી બેકાબૂ થઈ જતા ટ્રકના કારણે ઘણીવાર નિર્દોષ લોકોના જાન જતા હોય છે. આમ આવા બેફામ થઇ ને ડ્રાઇવિંગ કરતા ડ્રાઇવરો અને બેકાબૂ થતાં ટ્રકોની લગામ ખેંચવી પડશે.