અડધી કિંમતમાં મળશે ટ્રેક્ટર, જાણો કોને મળશે સરકારની આ યોજનાનો લાભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-07-2021

ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને અહીંની અડધી વસતી ખેતી પર નિર્ભર છે. એવામાં ખેડૂત ભાઇઓને માત્ર પોતાના ખેતરો અને પાકનો જ ખર્ચ ઉઠાવો પડતો નથી પરંતુ ખેતીના સાધનો માટે પણ ખર્ચ કરવો પડે છે. જો ખેડૂતની પાસે ટ્રેકટર છે તો ખેતી કરવી ઘણી સરળ થઇ જાય છે. તો ટ્રેકરટર ખરીદી લેવું એટલું સરળ નથી. એવામાં નાના ખેડૂતોને પણ ટ્રેકટર મળી રહે તેના માટે PM કિસાન ટ્રેકટર યોજનાની શરૂઆત કરી છે. તેના અંતર્ગત જરૂરિયાતમંદ ખેડૂતોને ટ્રેકટર ખરદીવા માટે 50 ટકાની સબસિડી આપવામાં આવે છે. આવો જાણીએ આ યોજના માટે કોણ કરી શકે છે અરજી અને શું છે અરજીની પ્રક્રિયા?

PM કિસાન ટ્રેકટર યોજનામાં કેટલી સબસિડી મળે છે?: સરકારની તરફથી પીએમ કિસાન ટ્રેકટર યોજનાની અંતર્ગત 50 ટકા સુધીની સબસિડી મળે છે. આ યોજના એ ખેડૂતો માટે છે જેમની પાસે બહુ બધી જમીન નથી એટલે કે જે નાના ખેડૂત છે. સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતીને નફાવાળો બિઝનેસ બનાવા માટે આ તમામ ઉપાય કરી રહ્યું છે. હરિયાણા સરકારે તો પ્રદૂષણ મુકત ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઇલેકટ્રિક ટ્રેકટરની ખરીદી પર 25 ટકા છૂટ આપી રહ્યા છે.

શું છે અડધી કિંમતે ટ્રેકટર મેળવવાની શરતો?:

ટ્રેકટર પર 50 ટકા સબસિડીનો મતલબ છે કે તમારે અડધી કિંમતમાં જ ટ્રેકટર મળશે. જો કે તેના માટે કેટલીક શરતો પણ છે

– છેલ્લાં સાત વર્ષમાં ખેડૂતે એક પણ ટ્રેકટર ખરીદ્યું ના હોય

– ખેડૂતની પાસે તેના નામની જમીન હોવી જોઇએ

– માત્ર એક જ વખત ટ્રેકટર પર સબસિડી મળશે

– ટ્રેકટર પર સબ્સિડી મેળવનાર ખેડૂત કોઇ બીજી સબ્સિડી સાથે જોડાયેલી ના હોવી જોઇએ

– પરિવારનો ફક્ત એક જ વ્યક્તિ ટ્રેકટર પર સબ્સિડી માટે અરજી કરી શકે છે.

કેવી રીતે મળશે ટ્રેકટર પર સબ્સિડી?: જો તમે પણ ટ્રેકટર પર સબ્સિડી મેળવવા માંગો છો તો પહેલાં એ ચેક કરો કે તમે સબ્સિડી મેળવવા હકદાર છો કે નહીં. ત્યારબાદ તમે આ યોજના માટે ઓનલાઇન કે ઓફલાઇન રીતે અરજી કરી શકો છો. આ યોજના માટે અરજી કરવા તમે કોમન સર્વિસ સેન્ટર પર જઇ શકો છો. કેટલાંક રાજ્ય આ યોજનામાં અરજી કરવાની ઓનલાઇન સુવિધા પણ આપી રહ્યા છે, જેમાં બિહાર, ગોવા, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સામેલ છે. તેના માટે તમારે આધાર કાર્ડ, જમીનના કાગળ, બેન્ક ખાતાની ડિટેલ, મોબાઇલ નંબર અને એક પાસપોર્ટ સાઇઝ ફોટાની જરૂરિયાત પડશે.