રેલવેની પોતાની કન્ફર્મ ટિકિટ કોઈપણના નામે ટ્રાન્સફર કરી શકાય છે

Indian Railways en-route to becoming Green Railway by 2030

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-07-2021

રેલવે મુસાફરોને પોતાની ટિકિટ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. શું તમે આ સુવિધા વિષે જાણો છો?

જો નથી જાણતા તો ધ્યાનથી સમજી લો આ પ્રક્રિયા. જો તમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ છે અને તમે કોઈ કારણોસર મુસાફરી કરી શકો તેમ ના હોય તો આ ટિકિટ તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય અથવા કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો. રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરો માટે હંમેશા એક સમસ્યા રહેતી હોય છે કે તેઓ બુકીંગ કરાવે છે અને ત્યારબાદ તેમને કોઈ કામ આવી જાય તો કેન્સલ કરાવી પડે છે. આ સિવાય જો કોઈને તમારી જગ્યાએ અન્ય કોઈને મોકલવો હોય તો તમારે તેની નવી ટિકિટ લેવી પડે છે અને ત્યારે કન્ફર્મ ટિકિટ મેળવવી ખુબ મુશ્કેલ હોય છે જેથી આ સુવિધા રેલવે આપે છે જો કે આ સુવિધા ઘણા સમયથી છે પરંતુ ખુબ ઓછા લોકોને આ વિષે જાણકારી હોય છે.

જો મુસાફર સરકારી કર્મચારી છે અને પોતાની ડ્યુટી માટે જઈ રહ્યો છે તો તેને ટ્રેન ઉપડયાના 24 કલાક પહેલા રિકવેસ્ટ આપવી પડે છે. આ ટિકિટ તે વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવશે જે નામની રિકવેસ્ટ આપવામાં આવી છે. જો કોઈ લગ્નમાં જવા વાળા મુસાફરોના સામે આવી સ્થિતિ ઉભી થાય છે તો લગ્ન કે પાર્ટીના આયોજકે જરૂરી દસ્તાવેજ સાથે 48 કલાક પહેલા આવેદન કરવાનું હોય છે. આ સુવિધા તમને ઓનલાઇન પણ મળી શકે છે. આ સુવિધા એન.સી.સી. કેડેટ્સને પણ મળે છે. ભારતીય રેલવેનું કહેવું છે કે, ટિકિટનું ટ્રાન્સફર માત્ર એક જ વખત કરી શકાય છે. જો મુસાફરે પોતાની ટિકિટ બીજાના નામે ટ્રાન્સફર કરી દીધી તો ફરી તે ટિકિટ બીજા કોઈના નામે ટ્રાન્સફર થઇ શકતી નથી.

df