વોટ્સએપ કોલનું રેકોર્ડિંગ કરવું છે? તો આ રહી ટ્રીક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-07-2021

આજકાલ સોશિયલ મીડિયા (Social Media)નો જમાનો ચાલી રહ્યો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો સોશિયલ મીડિયા (Social Media)ના આદી થઈ ગયા છે. તેમાં પણ ખાસ કરીને વોટ્સએપ (WhtasApp) ખુબ જ જાણીતું અને મોટાભાગના લોકો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે હવે તમને આજે વોટ્સએપ (WhatsApp)ને લઈને એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે જેનાથી લગભગ તમે અજાણ હશો. હાલના સમયમાં વોટ્સએપ  (WhatsApp) પર ચેટિંગ,વીડિયો કોલ અને વોઈસ કોલનો ખુબ જ ઉપયોગ થઈ રહ્યો છે. કેટલીક વખત લોકોના મનમાં એ સવાલ ઉભો થાય છે કે જરૂરી કામ દરમિયાન વોટ્સએપ ઉપર રેકોર્ડિંગ કરવું શક્ય નથી કારણ કે હંમેશા કોપી પેન હોવું સંભવ નથી. એવામાં રેકોર્ડિંગ ખુબ જ ઉપયોગી થાય છે. પરંતુ હવે મુશ્કેલીની વાત નથી. એકદમ આસાનીથી તમે વોટ્સએપ ઉપર પણ કોલ રેકોર્ડ કરી શકો છો.

હાલમાં વોટ્સએપ દ્વારા રેકોર્ડિંગની કોઈ સુવિધા તો નથી આપવામાં આવતી. પરંતુ એક ટ્રિક છે જેના દ્વારા તમે કેટલાક સ્ટેપ ફોલો કરીને વોટ્સએપ કોલનું રેકોર્ડિંગ કરી શકો છો.

વોટ્સએપ ઉપર કોલ રેકોર્ડ કરવા માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાં થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવી પડશે. તેના માટે ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને Cube Call Recorder ડાઉનલોડ કરો. પછી આ એપને ઓપન કરીને તેનું સેટઅપ કરો અને ત્યારબાદ વોટ્સએપ પર જાઓ. હવે જેની સાથે પણ વાત કરવા માંગો છો તેમને વોટ્એપ કોલ કરો. જો કોલ દરમિયાન ક્યૂબ કોલનું આઈકોન દેખાશે. તેનો મતબલ એ થશે કે આ કામ કરી રહ્યું છે. જો કે થર્ડ પાર્ટી એપ ઉપર વિશ્વાસ તમે તમારા રિસ્ક પર જ કરી શકો છો.