આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. આ વર્ષે ધોરણ 10માં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામ આવતાની સાથે વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે.

આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જોકે આ વર્ષે ધોરણ 10માં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની મળીને કુલ 6.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.ધોરણ 10માં 981 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.

પરિક્ષાનું પરિણામ જોવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org અને વોટ્સઅપ મારફતે જાણી શકાશે. જો વોટ્સએપ મારફતે પરિણામ જોવુ હોય તો વોટ્સએપ નંબર 6357300971 પર મેસેજ કરીને જાણી શકો છો.
ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ
સૌથી ઓછું ભાવનગરના તડનું 41.13 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધારે 87.22 ટકા પરિણામ આવ્યુ છે. બીજી તરફ સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 74.57 ટકા પરિણામ આવ્યુ છે. 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેરદાલોદ અને તલગાજરડા કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યુ છે.

વિદ્યાર્થીનીઓએ પરીક્ષામાં બાજી મારી
આજે ધોરણ – 10 નું પરિણામ જાહેર થયુ છે. જેમાં 264 શાળાનું 30 ટકા અને 70 શાળાનું શૂન્ય પરિણામ આવ્યુ છે. જ્યારે 23247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 78893 વિદ્યાર્થીને A2 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ – 10ની પરીક્ષામાં 21,869 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 9 મે ના રોજ જાહેર કરાયુ હતુ. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું હતુ. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધારે પરિણામ 92.80 ટકા મોરબી જિલ્લામાં આવ્યુ. જ્યારે સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુરમાં 51.36 ટકા આવ્યુ.

























































