હવે તમારો માસ્ક જ કહી દેશે તમે કોવિડ પોઝિટિવ છો કે નહિ, નવી ટેક્નોલોજી દ્વારા શ્વાસના માધ્યમથી થશે ટેસ્ટ

KN95 ફેસ માસ્કમાં બાયોસેન્સર અટેચ છે. તે શ્વાસનાં માધ્યમથી કોરોના વાઈરસની હાજરી છે કે નહિ તે 90 મિનિટમાં ઓળખી લે છે, એક્યુરસી પણ RTPCR ટેસ્ટ જેટલી જ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-07-2021

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે ત્રીજી લહેરની આશંકા હજુ પણ છે. જોકે દેશમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. કોરોના સામેની લડતમાં MIT (મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી) અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાઈસ ઈન્સ્ટિટ્યુટ ફોર બાયોલોજીકલ ઈન્સ્પાયર્ડ એન્જિનિયરિંગની રિસર્ચ ટીમે બાયોસેન્સર ટેક્નોલોજી બનાવી છે. આ એક ફેસ માસ્ક છે. તે શ્વાસની મદદથી જણાવે છે કે તમને કોવિડ-19 છે કે કેમ.

PCR કોવિડ ટેસ્ટ જેવો જ માસ્ક: આ KN95 ફેસ માસ્કમાં બાયોસેન્સર અટેચ છે. તે શ્વાસનાં માધ્યમથી કોરોના વાઈરસની હાજરી છે કે નહિ તે ઓળખી લે છે. આ સેન્સરને યુઝરે એક્ટિવ કરવાનું રહેશે. ત્યારબાદ રીડ આઉટ સ્ટ્રિપથી કોરોનાની ઓળખ કરી શકાશે. તે 90 મિનિટમાં પરિણામ જણાવે છે. તેની એક્યુરસી PCR કોવિડ ટેસ્ટ જેટલી જ હોય છે.

મોંઘા ટેસ્ટના પૈસા બચી જશે: વાઈસ ઈન્સ્ટિટ્યુટના એક રિસર્ચ સાયન્ટિસ્ટ અને સ્ટડીમાં મદદ કરનાર પીટર ગુયેને કહ્યું કે, ટીમ હવે લેબને ફેસ માસ્કમાં અટેચ કરવા માગે છે. તેમાં લાગેલા સિન્થેટિક બાયોલોજી સેન્સર કોઈ પણ ફેસ માસ્ક સાથે ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી તમે મોંઘા ટેસ્ટના પૈસા બચાવી શકશો. ગુયેને એક નિવેદનમાં કહ્યું કે, ફેસ માસ્ક સિવાય અમારા પ્રોગ્રામ બાયોસેન્સરને અન્ય કપડાં સાથે વાઈરસ, બેક્ટેરિયા, ટોક્સિન અને કેમિકલ એજન્ટ્સની ઓળખ કરવા માટે ઉપયોગ કરી શકાય છે.

હાનિકારક કેમિકલ શરીરમાં પ્રવેશતા રોકે છે: આ કેમિકલ ફેસ માસ્કનો ઉપયોગ ફેક્ટરી, ગેસ પ્લાન્ટ અથવા ખતરનાક લેબ્સમાં કામ કરનારા લોકો કરી શકે છે. તેવામાં કોઈ ખતરનાક કેમિકલની ગંધ, ધૂમાડો નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશતો અટકાવી શકાશે. રિસર્ચરે કહ્યું કે, ટીમ હવે એવા મેન્યુફેક્ચરિંગ પાર્ટનર્સને શોધી રહી છે જે મોટા પાયે આ માસ્ક તૈયાર કરી શકે. જેથી મહામારી દરમિયાન જરૂરિયાત લોકોને માસ્ક મળી શકે.