ગુજરાતમાં વાવણીલાયક વરસાદ માટે ખેડૂતોએ જોવી પડશે રાહ, હવામાન વિભાગની આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-07-2021

ગુજરાતમાં ખેડૂતોએ વાવણીલાયક વરસાદ માટે 15 જુલાઈ સુધી રાહ જોવી પડશે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા

રાજ્યમાં હજી પણ વરસાદ માટે રાહ જોવી પડશે. દરિયાઈકાંઠાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જો કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ઉકળાટ રહેશે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા રાજ્યમાં વરસાદની શકયતા નહીંવત છે. વાવણીલાયક વરસાદ માટે 15 જુલાઈ સુધી રાહ જોવી પડશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.

રાજ્યમાં વરસાદની ગતિવિધી વધી શકે છે: રાજ્યમાં 9 જૂલાઈથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધશે તેવું જણાવ્યું છે. જ્યારે 9 થી 15 જૂલાઈ સુધી ઝાપટા સાથે હળવો વરસાદ થશે તેવું પણ હવામાનના સુત્રો જણાવી રહ્યા છે. આગામી 23 કલાકમાં રાજ્યમાં હળવો વરસાદ પડે તેવું પણ હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

15 જુલાઇ બાદ ચોમાસુ સક્રિય થવાની શક્યતા: જો વાત કરવામાં આવે તો આ વખતે રાજ્યમાં જોઈએ એવો વરસાદ પડ્યો નતી જ્યારે રાજ્યમાં 29 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 140.1 MM જેટલો વરસાદ વરસી જવો જોઈતો હતો પરતું સિઝનનો 101 ટકા વરસાદ પડ્યો છે. તથા ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ વરસાદ ઓછો પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા: જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી વરસાદ સૌરાષ્ટ અને કચ્છમાં નોંધાયો છે જ્યારે સૌથી વધુ વરસાદ એ માત્ર ઉત્તર ગુજરાત પંથકમાં પડ્યો છે, મહત્વનું છે કે હજુ પણ રાજ્યમાં સારો વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ નથી જેને લઈ રાજ્યમાં ખેતી કરતા ખેડૂતોએ પણ હજુ વરસાદ પર નિર્ભર રહેવું પડી શકે છે.