મોરબીના ટિંબડી ગામે ખેડૂત સહિત ત્રણ ઉપર હુમલો કરનાર બે કારખાનેદારોની ધરપકડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-06-2021

મોરબીની અવની ચોકડી પાસે આવેલ જયઅંબે નગરમાં આવેલા ઓમ પેલેસ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 603 માં રહેતા જયેશભાઇ વલ્લભભાઇ કૈલા (38) એ ઓસીસ સિરામીક વાળા કેતનભાઇ કરશનભાઇ ઝાલરીયા અને હીતેશભાઇ કરશનભાઇ ઝાલરીયા સામે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં બંને ની ધરપકડ કરવામાં આવેલ છે. ભોગ બનનારે જેતે સમયે ફરીયાદમાં પોલીસને જણાવ્યુ હતુ કે, તેઓનું ટિંબડી ગામની સીમમાં ખેતર આવેલ છે અને ખેતરમાં જવાના રસ્તા વચ્ચે કારખાનામાં વીજ પુરવઠો લઈ જવા માટે વીજપોલ ઊભો કરવામાં આવેલ છે જેથી કરીને વીજપોલ દૂર કરવા માટે રજૂઆત કરવા માટે તેઓ અને હરેશભાઇ વલભભાઇ કૈલા તથા દીનેશભાઇ વશરામભાઇ કૈલા કારખાનાના માલીકને મળવા માટે ગયા હતા ત્યારે કારખાનેદારે તમે બધા મારા કારખાને શા માટે આવેલ છો..? તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ફરિયાદી યુવાનને ઢીંકાપાટુનો માર માર્યો હતો અને હવે કારખાના બાજુ આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી જેથી કરીને યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી કલમ 323, 504, 506(2), 114 જી.પી.એકટા કલમ -135 મુજબ ગુનો નોંધ્યો હતો જેમાં તપાસ અધીકારી એમ.એલ.બારૈયાએ કેતનભાઇ કરશનભાઇ ઝાલરીયા (38) અને હીતેશભાઇ કરશનભાઇ ઝાલરીયા (36) રહે.બંને રીલાયન્સનગર સોસાયટી રવાપર રોડ મોરબીની ઉપરોકત મારામારીના ગુનામાં ધરપકડ કરેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો