PF સંબંધિત અત્યંત મહત્વના સમાચાર New Wage Code પર જાણો શું છે અપડેટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-06-2021

સૂત્રોના જણાવ્યાં મુજબ જ્યાં સુધી તમામ રાજ્યોના ડ્રાફ્ટ નિયમો કેન્દ્ર સરકારને ન મળી જાય ત્યાં સુધી નવા વેજ કોડને સરકાર નોટિફાય કરશે નહીં. આ કેન્દ્ર અને રાજ્ય બંનેનો વિષય હોવાના કારણે કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે તેઓ રાજ્યની સહમતિ વગર નોટિફિકેશન બહાર પાડે અને ત્યારબાદ કોઈ વિવાદ ઊભો થાય.

નવા વેજ કોડ(New Wage Code) હવે અદ્ધર લટકતો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર નવા વેજ કોડને એપ્રિલમાં લાગૂ કરવાની હતી પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે તેને ટાળવામાં આવ્યો. એવી આશા હતી કે જુલાઈથી તેને લાગૂ કરવામાં આવી શકે છે. પરંતુ સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે નવો વેજ કોડ હાલ લાગૂ નહીં થાય.

રાજ્યોએ ડ્રાફ્ટ રૂલ્સ તૈયાર કર્યા નથી: રિપોર્ટ્સમા જાણવા મળ્યું છે કે અનેક રાજ્યોએ હજુ સુધી તેને લઈને ડ્રાફ્ટ રૂલ્સ તૈયાર કર્યા નથી. અત્યાર સુધીમાં ફક્ત મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરે જ પોતાના ડ્રાફ્ટ નિયમો  પબ્લિશ કર્યા છે. જ્યારે હરિયાણા, મેઘાલય, છત્તીસગઢ, ગોવા, સિક્કિમ, ત્રિપુરા અને ઝારખંડ તે માટેના અંતિમ તબક્કામાં છે. જો કે પંજાબે પોતાના ડ્રાફ્ટ રૂલમાં તમામ 3 કોડનો ઉલ્લેખ કર્યો છે પરંતુ ચોથા કોડમાં કે જે  Occupational Safety, Health and working conditions નો ઉલ્લેખ કરે છે , તે અંગે કોઈ વાત કરાઈ નથી.

ઓક્ટોબરથી લાગૂ થઈ શકે છે નવા વેજ કોડ: સૂત્રોના જણાવ્યાં મુજબ જ્યાં સુધી તમામ રાજ્યોના ડ્રાફ્ટ નિયમો કેન્દ્ર સરકારને ન મળી જાય ત્યાં સુધી નવા વેજ કોડને સરકાર નોટિફાય કરશે નહીં. આ કેન્દ્ર અને રાજ્ય બંનેનો વિષય હોવાના કારણે કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે તેઓ રાજ્યની સહમતિ વગર નોટિફિકેશન બહાર પાડે અને ત્યારબાદ કોઈ વિવાદ ઊભો થાય. જો તમામ રાજ્યો સપ્ટેમ્બર 2021 સુધીમાં પોતાના ડ્રાફ્ટ નિયમો તૈયાર કરી નાખે તો ઓક્ટોબર 2021 સુધીમાં નવો વેજ કોડ લાગૂ થઈ શકે છે.

જ્યારે ડ્રાફ્ટ નિયમો પબ્લિશ થઈ જાય ત્યારે રાજ્યોએ તમામ સ્ટેકહોલ્ડર્સને કમેન્ટ્સ, અને સૂચનો મંગાવવા માટે 30-45 દિવસનો સમય આપવો પડશે. નિયમને જરૂરી કમેન્ટ્સ અને સૂચનોને સામેલ કર્યા બાદ જ ફાઈનલ કરાશે અને ત્યારબાદ નોટિફાય કરી શકાશે.

નવા વેજ કોડથી સેલરી સ્ટ્રક્ચર બદલાઈ જશે: નવા વેજ કોડ એક્ટ(Wage Code Act) 2019 મુજબ કોઈ પણ કર્મચારીની બેઝિક સેલરી કંપનીના ખર્ચ (Cost To Company-CTC) ના 50 ટકાથી ઓછી હોઈ શકે નહીં. હાલ અનેક કંપનીઓ બેઝિક સેલરીને ખુબ ઓછી બતાવીને ઉપરના ભથ્થા વધુ આપે છે જેથી કરીને કંપની પર બોજો ઓછો પડે.

વેજ કોડ એક્ટ (Cost To Company-CTC) 2019 લાગૂ થયા બાદ કર્મચારીઓનું આખુ સેલરી સ્ટ્રક્ચર બદલાઈ જશે. કર્મચારીઓની  (Take Home Salary’ ઘટી જશે. કારણ કે બેઝિક સેલરી વધી જવાના કારણે કર્મચારીઓનો પીએફ વધારે કપાશે એટલે કે તેમનું ભવિષ્ય વધુ સુરક્ષિત થઈ જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો