નવા રંગરૂપમાં આવી રહી છે હુંડઈ ક્રેટા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-06-2021

હુંડઈની નવી ક્રેટાના મોડલને ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે. તે પછીથી તે જલદી જ લોન્ચ થવાનો અંદાજ લગવાઈ રહ્યો છે. ભારતમાં આ કાર તેના સેગમેન્ટમાં બેસ્ટસેલર છે.

હુંડઈ ભારતની બીજા નંબરની સૌથી મોટી ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર કંપની છે. હુંડઈ ક્રેટા ભારતની સૌથી પોપ્યુલર મિડ સાઈઝ એસયુવી છે. તમે પણ જો હુંડઈ ક્રેટા ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો થોડી રાહ જોવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કંપની ભારતમાં નવી ક્રેટા લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તે આ કારનું મિડ લાઈફ અપડેટ હશે.

આ કારના ફેસલિફ્ટને કોરિયામાં ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવ્યું છે. ક્રેટાના કેમોફ્લોઝ વર્ઝનને રસ્તા પર દોડતું જોવામાં આવ્યું. તે પછીથી કારના લોન્ચને લઈને અનુમાન શરૂ થઈ ગયા છે. ભારતમાં આ કાર પોતાના સેગમેન્ટની બેસ્ટસેલર છે.

નવી હુંડઈ ક્રેટાને ત્રણ એન્જિન ઓપ્શન સાથે બજારમાં ઉતારાઈ છે, જે કિયા સેલ્ટોસમાંથી લેવાયા છે. તેમાં 1.4-લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને 1.5-લીટરના પેટ્રોલ અને ડીઝલ એન્જિન સામેલ છે. 1.5 લીટરવાળું પેટ્રોલ અને ડીઝલ એન્જિન 113 બીએચપીનો પાવર અને 114 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. ટર્બો-પેટ્રોલ એન્જિન 138 બીએચપીનો પાવર અને 242 એનએમ ટોર્ક જનરેટ કરે છે. ત્રણે એન્જિન બીએસ6 કમ્પ્લાયન્ટ છે.

નવી હુંડઈ ક્રેટાને ફેબ્રુઆરીમાં થયેલા ઓટો એક્સ્પોમાં પહેલી વખત લોકો સામે રજૂ કરાઈ હતી. તેનું લુક ઘણો મસ્ક્યુલર, બોલ્ડ અને સ્પોર્ટી છે. એસયુવીના ફ્રન્ટમાં 3ડી કેસ્કેટ ગ્રિલ, મોટા એલઈડી હેન્ડલેમ્પ, નવી સ્પ્લિટ એલઈડી ડીઆરએલ (ડે ટાઈમ રનિંગ લાઈટ્સ), બુલ-બાર શેપ સિલ્વર ક્લેડિંગની સાથે નવું બંપર અને નવા ફોગ લેમ્પ હાઉસિંગ અપાયા છે. નવી ક્રેટા ફ્લોટિંગ રૂફ ડિઝાઈન, 17 ઈંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ અને હેડલેમ્પની ડિઝાઈનથી મળતા નવા એલઈડી ટેલલેમ્પની સાથે આવી છે. તે 10 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો