રાજકોટના નવા જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતા અરૂણ મહેશ બાબુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-06-2021

(હિતેન સોની દ્વારા) રાજકોટ જિલ્લા કલેકટર તરીકે મૂકાયેલા અમદાવાદના ડીડીઓ અરૂણ મહેશ બાબુએ આજે સાંજે રાજકોટ આવી પહોંચી પોતાના નવા હોદા જિલ્લા કલેકટરનો ચાર્જ સંભાળી લીધો છે.નવા જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાાં જણાવ્યું હતું કે રાજકોટ સાથે તેઓનો જુનો નાતો છે. જુની યાદો પુન: જીવીત થશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે અરૂણ મહેશ બાબુ વર્ષ 2017માં રાજકોટ મહાનગરપાલિકામાં ડે.કમિશ્નર તરીકે મૂકાયા હતા. તેઓએ મહાનગરપાલિકામાં સવા વર્ષ સુધી કામગીરી કરી હતી. ત્યારબાદ તેઓની બદલી અમદાવાદ ખાતે થયેલી હતી.હવે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ગાંધીનગર ખાતે નેશનલ હેલ્થ મિશનના ડીરેકટર તરીકે બદલી થતા તેમના સ્થાને મુકાયેલા અમદાવાદના ડીડીઓ અરૂણ મહેશ બાબુએ આજે સાંજે રાજકોટ આવી પહોંચી જિલ્લા કલેકટરનો ચાર્જ સંભાળી લીધો હતો. જયારે જિલ્લા કલેકટર રેમ્યા મોહને પોતાનો ચાર્જ છોડયો હતો.રેમ્યા મોહન આવતીકાલે ગુરૂવારે ગાંધીનગર ખાતે હેલ્થ મિશનના ડીરેકટરનો ચાર્જ સંભાળનાર છે. આજે દિવસભર જિલ્લા કલેકટર કચેરીમાં કલેકટર રેમ્યા મોહનને શુભેચ્છા આપવા માટે મુલાકાતીઓનો ઘસારો રહ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો