આશાવર્કર અને આંગણવાડી બહેનોના વેતન પ્રશ્ર્ને અન્યાય થતો હોવાની રાવ

દૈનિક ભથ્થુ ચૂકવવાની માંગ સાથે કલેકટરને આવેદન પાઠવ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-06-2021

લાંબા સમયથી આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનોના પડતર પ્રશ્નો અધ્ધરતાલ છે. ખાસ કરીને સરકાર દ્વારા આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનોના વેતન પ્રશ્ને અન્યાય કરવામાં આવતો હોવાની લાંબા સમયથી ફરિયાદ છે. તેમાંય હવે કોરોના કાળમાં આ વર્કર બહેનોની જવાબદારી વધી છે.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ મોરબી અને વાંકાનેરની આંગણવાડી વર્કર બહેનોએ કલેક્ટર આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, લાંબા સંયમથી આરોગ્યની કામગીરી કરતા આંગણવાડી કર્મચારીઓના વેતન વધારવા સહિતના પડતર

પ્રશ્ને ભારે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આમ છતાં કોરોના કાળમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. એ દરમિયાન અનેક બહેનો કોરોનાથી સંક્રમિત થઈ છે અને આઠ જેટલી બહેનોના કોરોનાને કારણે થયા છે. છતાં આ બહેનોને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું નથી. કોરોના કાળમાં દરેક નોકરિયાતને દૈનિક 300 રૂપિયાનું ભથ્થું ચૂકવવામાં આવે છે. પણ આંગણવાડી બહેનોને આ લાભ આપતો નથી. આથી આંગણવાડી વર્કરોને પણ અન્ય સરકારી કર્મચારીઓની જેમ તમામ લાભો આપવાની માંગ કરી છે અને કોરોના કાળમાં આ વર્કર બહેનોને રૂ.300 નું દૈનિક ભથ્થું ચુકવવાની માંગ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો