શુક્રવારથી ઈન સર્વિસ તબીબોની રાજ્ય વ્યાપી બે-મુદ્દતી હડતાળ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-06-2021

રાજ્યમાં ફરજ બજાવતા ઇન-સર્વિસ તીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે ગુજરાત ઇન-સર્વિસ ડોકટર્સ એસોસીએશન દ્વારા સરકારમાં વારંવાર ન્યાયી અને વ્યાજબીપણા સાથે રજુઆતો કરવામા આવી હોવાછતાં કોઈ પરિણામ નહિ આવતા તમામ ડોક્ટરો લડી લેવાના મૂડ માં હોવાનું દેખાય રહ્યું છે. ભુતકાળમાં આંદોલન દ્વારા સરકારનુ ધ્યાન દોરવામા આવ્યા બાદ સમાધાનના ભાગરુપે ઇન-સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે ખાત્રીઓ આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ સરકારે આંખ આડા કાન કરી લેતા આજે ઇન સર્વિસ ડોક્ટરો એસો. દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં બેનર લગાડી વિના હડતાળ નહિ ઉધ્ધાર ના સૂત્ર સાથે લડાઈ ની શરૂઆત કરી દીધી છે.

ડો. ઓમકાર ચૌધરી (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે, તાજેતરમાં મે માસમાં ઇન-સર્વિસ તબીબોએ તા.તા.10/05/2021 થી તા.15/05/2021 દરમ્યાન કાળી પટી ધારણ કરી વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો. તે દરમ્યાન પણ સરકાર દ્વારા કોઇ પણ જાતનો પ્રતિભાવ આપવામા આવ્યો ન હતો. તા.17/05/2021 થી તા.22/05/2021 દરમ્યાનની ઇન-સર્વિસ તબીબોની પેન દાઉન હડતાલ દરમ્યાન તા.18/05/2021ની તાકીદની ઇન-સર્વિસ તબીબોની રાજ્યવ્યાપી હડતાલના અનુસંધાને તા.18/05/2021 ના રોજ અગ્રસચિવ આરોગ્ય અને પરિવાર વિભાગના અધ્યક્ષસ્થાને ઇન-સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારે અધ્યક્ષસ્થાનેથી જણાવવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રીની સુચના છે કે ઇન-સર્વિસ તબીબોએ પ્રથમ કોરોના મહામારીથી લઇની હાલના બીજા કોરોના મહામારીમાં ખુબજ સરાહનીય કામગીરી કરી છે એટલે તેમના રાજુઆત પામેલ, વ્યાજબી પ્રશ્નો અને માગણીનો ઉકેલ લાવવામાં આવે. તેવી જ રીતે નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ ટ્વિટર મેસેજ દ્વારા જણાવવામાં આવેલ કે આરોગ્ય કર્મચારીના પ્રશ્નો અને માગણીઓનો

ઉકેલ આપવામા આવશે. : એસોસીએશન દ્વારા ઇન-સર્વિસ તબીબોની ઓનલાઇન બેઠકમાં બોલાવવામાં આવેલ ઠરાવવામાં આવેલ છે કે ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માગણીઓ માટે યોજાયેલ તા.31/05/2021ની બેઠકમાં થયેલ નિર્ણયોના અમલવારીના ન્યાયી આદેશો કરવામાં નહીં આવે તો ઇન-સર્વિસ તબીબો તા.25/06/2021 ના રોજથી અચ્ચોક્કસ મુદતની હડતાલ પર જશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. સરકાર દ્વારા આદેશો આપવામાં આવશે ત્યાર બાદ જ ઇન-સર્વિસ તબીબો હડતાલ પરથી પરત આવશે એવું જણાવ્યું છે.

તા.19/06/2021ના રોજની બેઠકમા થયેલ નિર્ણય મુજબ તમામ ઇન-સર્વિસ તબીબો તા.25/06/2021થી અચોક્કસ મુદતની હડતાલ પર જશે. ત્યારબાદ ઉદભવનાર પરિસ્થિતી માટે ઇન-સર્વિસ તબીબો જવાબદાર રહેશે નહી એવું ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું.

આજ દિન સુધી એક પણ આદેશ થયો નથી : તા.31,05.2021 ના રોજ ફરીથી અગ્રસચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધ્યક્ષસ્થાને ઇન-સર્વિસ તબીબોના પ્રશ્નો અને માગણીઓના ઉકેલ માટે સરકારમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ઇન-સર્વિસ તબીબોના રજુઆત પામેલ પ્રશ્નો અને માગણીઓની ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા અને અધ્યક્ષસ્થાનેથી જણાવવામાં આવેલ કે ટુંક સમયમાં ઇન-સર્વિસ તબીબોના પ્રશ્નો અને માગણીઓના ઉકેલાત્મક આદેશો કરવામા આવશે પરંતુ આજદીન સુધી એક પણ આદેશ થયો નથી. જેથી ઇન-સર્વિસ તબીબોમાં રોસ અને આક્રોશ પ્રસરવા પામયો છે તેમજ અન્યાની લાગણી અનુભવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો