વાંકાનેર: વેક્સિનેશન મહાભિયાન કાર્યક્રમ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-06-2021

(અજય કાંજીયા દ્વારા) 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિતે મુખ્યમનત્રી વિજયભાઈ રૂપાણીના નેજા હેઠળ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં કોવીડ -19 વેક્સિનેશનનું મહાઅભિયાન યોજાયેલ હતું જેનું દીપ પ્રાગટ્ય વાનાનેર વિસ્તારના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરજાદાના હસ્તે કરી શુભારંભ કરવામાં આવેલ હતો તેમજ આ અભિયાનમાં પ્રાંત અધિકારી શેરસીયાભાઈ, તેમજ વાંકાનેર ન.પા. પ્રમુખ જયશ્રીબેન સેજપાલ અને શહેર ભાજપ પ્રમુખ પરેશ મઢવી તેમજ ભાજપ કોર્પો. ગજુભા રાઠોડ તેમજ ભરત ઠાકરની, ઘનશ્યામ ઢોલરીયા નોબેલ સીરામીક તથા દેવદાય ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ અનંતરાય મહેતા તેમજ સરકારી હોસ્પિટલ વાંકાનેરના અધિક્ષક ડો. ફાલ્ગુની કે.ત્રિવેદી, આર.એમ.ઓ. ડો. એચ.ડી.પરમાર, તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, અન્ય પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમ દરમિયા કોરોના મહામારીમાં ખડેપગે રહી નિસ્વાર્થ ભાવે સેવા આપનાર દાતાશ્રીઓનું સન્માન કરી આભાર વ્યક્ત કરાયો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો