કેતન બુધ્ધભટ્ટીની દેવભૂમિ દ્વારકા જિલ્લાના મંત્રી તરીકે વરણી થતા આવકાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-06-2021

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા)  રાવલ શહેર ભાજપ તરીકે વર્ષો સુધી કામ કરીને સંગઠનને મજબૂત બનાવનાર કેતન બુધ્ધભટ્ટીની જિલ્લા ભાજપ મંત્રી તરીકે વરણી થતાં રાવલ તથા જિલ્લા-રાજ્ય કક્ષાના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે. રાવલ શહેર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને ભૂતકાળમાં શહેર ભાજપના મહામંત્રી તરીકે યશસ્વી કામગીરી બજાવનાર કેતનભાઈ ચુનીલાલ બુધ્ધભટ્ટીની દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મંત્રી તરીકે વરણી કરવામાં આવતા રાજ્યકક્ષાએથી તેમજ જિલ્લા તથા શહેર ભાજપના અગ્રણીઓએ નિમણૂકને આવકારી હતી અને કેતનભાઈને અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી અત્રે ઉલ્લેખનિય છે કે, કેતનભાઈ બુધ્ધભટ્ટી સક્રિય કાર્યકર તરીકે જોડાયા પછી લાંબા સમય સુધી ભારતીય જનતા પક્ષને શહેર અને તાલુકામાં મજબૂત બનાવવા, માટે પરિશ્રમ કર્યો છે અને શહેર મહામંત્રી તરીકેની તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને ધ્યાને લઈને જિલ્લા કક્ષાએ સેવાઓ લેવા માટે પાર્ટીએ તેમને જિલ્લા ભાજપ મંત્રી તરીકેની જવાબદારી સુપ્રત કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો