વાંકાનેર: ઢુવા પાટા ઉપર અને દલડી વિસ્તારમાં ભારે વરસાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર: દલડી થી કોઠારીયા સુધીના સળંગ પટામાં સારો વરસાદ પડ્યો છે, ઢૂવા પાટા ઉપર આજે સવારે અગિયાર વાગ્યાથી જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. વાંકાનેર શહેર અને ઢૂંવા પટા વિસ્તારમાં પંચાસર, વઘાસિયા ટોલનાકા, માટેલ, ઢૂંવા વિગેરે વિસ્તામાંથી માહિતી મળી છે કે ત્યાં 11 વાગ્યાના આસપાસથી વરસાદ શરૂ થયો છે અને એકથી કરી બે ઇચ સુધી વરસાદ પડી ગયો છે.

જ્યારે દલડી વિસ્તારમાં સવારના ૧૦ વાગ્યાથી વરસાદ શરૂ થયો છે, અત્યાર સુધીમાં દલડી દિઘલીયા સરધારકા, લુણસરીયા વિગેરે આસપાસના ગામોમાં અઢીથી ત્રણ ઈંચ વરસાદ પડી ગયાના વાવડ મળ્યા છે. આ ઉપરાંત વાંકાનેર થી પશ્ચિમ દિશાના ગામડાઓ વડસર જડેશ્વર કોઠારીયા વાંકિયામાં પણ સારો વરસાદ પડયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો