રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-06-2021

હવામાન વિભાગની આગાહી મુજબ, ચોમાસાએ સમગ્ર ગુજરાત રાજ્યને કવર કરી લીધું છે અને હવે ચોમાસું કચ્છ સુધી પહોચ્યું છે. રાજ્યમાં આજે અને આવતીકાલે અનેક જગ્યાએ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. આ દરમિયાન પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.

શનિવારે સવારે 6થી 8 દરમિયાન ક્યાં વધુ વરસાદ નોંધાયો?

બનાસકાંઠા            દિયોદર        9

સાબરકાંઠા            વડાલી         8

અરવલ્લી              ભિલોડા        7

નવસારી               ગણદેવી        5

ડાંગ                    વઘઈ           4

નવસારી               જોડિયા        3

વલસાડ                વલસાડ        2

વલસાડ                પારડી         2

રાજ્યમાં સતત બીજા વર્ષે સારા ચોમાસાનો અંદાજ: રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં અત્યારસુધીનો સરેરાશ 32.83 એમએમ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 3.91 ટકા જેટલો થવા જાય છે. એકમાત્ર કચ્છ ઝોનમાં સામાન્ય વરસાદને બાદ કરતાં ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 3.40 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 3.96 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 3.01 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 4.86 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો