ભુજના હમીરસર તળાવ બાદ,હવે માંડવીના ટોપણસર તળાવમાં હજારો માછલીના મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-06-2021

ભુજ શહેરની ઓળખ સમાં હમીરસર તળાવમાં છેલ્લા કેટલાક સમયથી સંખ્યાબંધ માછલીઓ ટપોટપ મૃત્યુ પામી રહી છે ત્યારે બંદરીય શહેર માંડવીના ઐતિહાસિક ટોપણસર તળાવમાં માછલીઓના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં કચવાટની લાગણી ફેલાઇ છે.

તળાવ પાસેના ઓપન એર થિયેટર પાસે હજારોની સંખ્યામાં મૃત માછલીઓ શ્વાન અને કાગડાઓ માટે મિજબાની બની છે. આ વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓ માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી પરેશાન બને છે પણ નગર સેવકોના નાકે દુર્ગંધ નથી પહોંચતી કેમ કે, તેઓ ઠેકેદારો સાથે વ્યવસ્ત બની ગયા છે અને મૃત માછલીઓને ઉપાડવા જેવા નાના કામોમાં તેમને રસ નથી તેવા આક્ષેપો થઇ રહ્યા છે.આ અંગે ચીફ ઓફિસર સાગર રાડિયાનો સંપર્ક સાધતાં તેમણે પાણીનું સ્તર અને તેમા ઓક્સિજન ઘટવાના કારણે માછલીઓ મોતને ભેટી હોવાની શક્યતા દર્શાવી હતી. નિષ્ણાતોનો મત લઇને આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો