વાંકાનેર: લેન્ડ ગ્રેમ્બિંગના ગુનામાં આરોપીના જામીન મંજૂર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-06-2021

(અજય કાંજીયા દ્વારા) ડૉ.દેલવાડીયાના દવાખાના પાસે રહેતા હસમુખભાઈ ચારોલીયાએ રાજકોટના મહેન્દ્રભાઈ ડાભીના માલિકીના પ્લોટ ઉપર ગેરકાયદેસર કબજો કર્યો હતો, જેથી મહેન્દ્રભાઈ ડાભી તેમની વિરુદ્ધ લેન્ડ ગ્રેમ્બિંગ કાયદા મુજબ ફરિયાદ કરી હતી જેમાં આરોપીના કોર્ટે જામીન મંજુર કર્યા છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના મહેન્દ્રભાઈ ડાભીએ વાંકાનેરમાં ડૉ.દેલવાડીયાના દવાખાના પાસે રહેતા હસમુખભાઇ ચારોલીયા એ તેમની માલિકીના પ્લોટ ઉપર ગેરકાયદેસર કબજો કરેલ હોય તેથી તેઓએ હસમુખભાઈ રુખડભાઈ ચારોલીયા ની વિરુદ્ધ લેન્ડ ગ્રેમ્બિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે અન્વયે વાંકાનેર પોલીસે આરોપીની ધરપકડ કરેલ અને જેલ હવાલે કર્યા હતા.

આ આરોપીએ તેમના વકીલ ફારૂક ખોરજીયા મારફતે મોરબીની સ્પેશિયલ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેમાં આ કામના આરોપીના વકીલએ આનામદાર હાઈકોર્ટના ચુકાદા રજુ કરેલ અને દલીલો કરી હતી જે દલીલોને માન્ય રાખી આ કામના આરોપીને નામદાર સ્પેશિયલ કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો