શું વેક્સિન લીધા બાદ શરીર ચુંબક બની જાય છે? સુરત-પાલનપુરમાં બનેલી ઘટનાથી આશ્ચર્ય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-06-2021

કોરોનાની રસી મુદ્દે હવે રોજેરોજ નવા નવા સમાચારો સામે આવતા રહે છે. આવો જ એક વિચિત્ર કિસ્સા ગુજરાતમાં હાલમાં જ સામે આવ્યા છે. જેમાં સુરતનાં પર્વત પાટીયા ખાતે રહેતા 78 વર્ષીય દાદી અને તેમનાં 10 વર્ષનાં પૌત્રને શરીરે સિક્કા અને ચમચી ચોંટવા લાગ્યા છે. વૃદ્ધાને આવું વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ થયું છે. જો કે 10 વર્ષનાં બાળકે તો વેક્સિન પણ લીધી નથી.

આવી જ બીજી ઘટના ઉત્તરગુજરાતનાં બનાસકાંઠામાં સામે આવી છે. અહીં પાલનપુર શહેરનાં રહેતા એક વ્યક્તિને શરીરમાં અચાનક જ લોખંડ અને સ્ટીલ ચોંટવા લાગ્યું છે. જાણે ચુંબકને લોખંડ ચીપકે તેમ વસ્તુઓ તેમના શરીર સાથે ચિપકી જાય છે. જો કે તેમના શરીરમાં આવેલા આ પરિવર્તનથી સમગ્ર પરિવાર ચિંતામાં મુકાયો છે. આ ઘટના બાદ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. નવીન રાવલ નામના આ વ્યક્તિએ પણ વેક્સિનનાં બંન્ને ડોઝ લીધા છે, ત્યાર બાદ જ તેમને આવું થઇ રહ્યું હોવાનો પરિવારજનોનો દાવો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંન્ને લોકોને શરીર ચુંબક બની ગયું તેનાથી કોઇ સમસ્યા નથી પરંતુ તેઓ આવું કેમ થયું અને તેનાથી ભવિષ્યમાં તો કોઇ નુકસાન નહી થાયને તે મુદ્દે ચિંતિત બન્યા છે. નોંધનીય છે કે, આ અંગે વૈજ્ઞાનિકો અને નિષ્ણાંત ડોક્ટર્સનું કહેવું છે કે, વેક્સિન લીધા બાદ આવું કંઇ થઇ શકે નહી.

રિયાલિટી ચેકમાં દાવો કરનાર જગતાપ પરિવારના સભ્યે જાતે કબુલ્યું છે કે આવી કોઈ ચુંબકીય શક્તિ શરીરમાં હોય તે વાત શક્ય નથી.જો કે શરીર પર ચીકનાવત અને પરસેવાના કારણે આ પ્રકારની ઘટના બનતી હોવાનું તેમનું અનુમાન છે.પરંતુ સોસીયલ મીડિયા પર હાલ ચાલી રહેલી આ પ્રકારની ચર્ચાઓએ અન્ય લોકોને પણ હાલ વિચારમાં પાડી મુક્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો