ભારતીય મૂળની પત્રકાર મેઘા રાજગોપાલનને મળ્યો પુલિત્ઝર પુરસ્કાર, ચીનના જૂઠ્ઠાણાંને ઉજાગર કર્યુ હતું

ચીને જ્યાં લાખોની સંખ્યામાં મુસ્લિમોને કેદ કરીને રાખ્યા છે તે ડિટેન્શન કેમ્પની હકીકત મેઘાએ દુનિયા સામે રજૂ કરી હતી. મેઘાએ કહ્યું, ‘હજી ઘણું કામ કરવાનું બાકી છે..

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-06-2021

ભારતીય મૂળના પત્રકાર મેઘા રાજગોપાલનને પુલિત્ઝર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પુલિત્ઝર પુરસ્કારને દુનિયાભરમાં પત્રકારત્વ ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. મેઘાએ પોતાના રિપોર્ટ્સના માધ્યમથી ચીનના ડિટેન્શન કેમ્પોની હકીકત દુનિયા સામે મુકી હતી. તેમણે સેટેલાઈટ તસવીરોનું વિશ્લેષણ કરીને જણાવ્યુ હતું કે ચીને કઈ રીતે લાખોની સંખ્યામાં વીગર મુસલમાનોને કેદ કરીને રાખ્યા છે.

મેઘા રાજગોપાલને પોતાના પિતા દ્વારા આપવામાં આવેલી શુભકામનાના સંદેશને ટ્વિટર પર પોસ્ટ કરી છે. આ મેસેજમાં તેમના પિતા મેઘાને પુરસ્કાર માટે શુભકામના આપી છે. તેમણે લખ્યું છે કે, કોંગ્રેચ્યુલેશન મેઘા. મમ્મીએ હમણાં મને આ મેસેજ ફોરવર્ડ કર્યો છે. મેઘા સિવાય ઈન્ટરનેટ મીડિયા બઝફીડ ન્યુઝના બે પત્રકારોને પણ પુલિત્ઝર અવોર્ડ આપવામાં આવ્યો છે.

ભારતીય મૂળના પત્રકાર નીલ બેદીને પણ સ્થાનિક રિપોર્ટિંગ માટે પુલિત્ઝર આપવામાં આવ્યો છે. તેમણે ફ્લોરિડામાં સરકારી અધિકારીઓના બાળકોની તસ્કરીના સંદર્ભમાં ટંપા બે ટાઈમ્સ માટે ઈન્વેસ્ટિગેશન સ્ટોરી કરી હતી. અમેરિકાની ડાર્નેલા ફ્રેઝિયરને પુલિત્ઝર સ્પેશિયલ સાઈટેશન આપવામાં આવ્યું. તેમણે મિનેસોટામાં તે ઘટનાને રેકોર્ડ કરી હતી જે દરમિયાન જ્યોર્જ ફ્લોઈડનો જીવ જતો રહ્યો હતો. ત્યારપછી માત્ર અમેરિકા જ નહીં, દુનિયાભરમાં રંગ આધારિત થતા ભેદભાવના વિરોધમાં ભારે પ્રદર્શન થયા હતા.

ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ વાર 1917માં પુલિત્ઝર અવોર્ડ આપવામાં આવ્યા હતા. અમેરિકામાં તેને આ ક્ષેત્રનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો